________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
સ્થિર થઈ નિરંતર આત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ. કારણકે કામભોગોથી યથાર્થ વૃતિ કદાપિ થઈ શકતી નથી. માટે વિષયસુખોને છોડી અધ્યાત્મસુખનું સેવન કરવું યોગ્ય છે. મિથ્યાત્વ, વિષય, કષાય આદિ બાહ્ય પદાર્થોનું અવલંબન છોડી આત્મામાં તલ્લીન થવું તે અધ્યાત્મ છે. ૧૫૪
આત્માનો જ્ઞાન સ્વભાવ દેખાડે છે
अप्पहँ णाणु परिच्चयवि अण्णु ण अत्थि सहाउ। इउ जाणेविणु जोइयहु परहँ म बंधउ राउ।।१५५ ।। आत्मनः ज्ञानं परित्यज्य अन्यो न अस्ति स्वभावः। इदम् ज्ञात्वा योगिन् परस्मिन् मा बधान रागम्।। १५५ ।। આત્માનો નહિ જ્ઞાન વિણ, બીજો કોઈ સ્વભાવ;
એ જાણીને યોગિ, ના, -કર પરમાં રતિભાવ. ૧૫૫
વીતરાગ સ્વસંવેદન જ્ઞાન સિવાય આ આત્માનો બીજો સ્વભાવ નથી એટલે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે એમ જાણીને હે યોગી પરવસ્તુમાં પ્રીતિ ન બાંધ, ન કર, અર્થાત્ દેહાદિ પરપદાર્થમાં મમત્વબુદ્ધિ ધારણ ન કર.
રાગાદિ વિકારો ત્યાગી આત્મસ્વરૂપનો વિચાર કર્તવ્ય છે. આત્મા જ્ઞાનસ્વભાવવાળો છે. આત્મવિચારથી, આત્મજ્ઞાનથી તથા આત્મભાવનાથી કર્મબંધનોથી મુક્તિ થાય છે. માટે પરમાં મમતા ન કર કારણકે પરપદાર્થનો મોહ, આસક્તિ તથા એકત્વબુદ્ધિ શુદ્ધાત્મભાવનામાં અત્યંત બાધક છે. ૧૫૫
આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ચિત્તની સ્થિરતાની જરૂર છેविसय-कसायहिं मण-सलिलु णवि डहुलिज्जइ जासु। अप्पा-णिम्मलु होइ लहु वढ पच्चक्खु वि तासु।। १५६ ।। विषयकषायैः मनःसलिलं नैव क्षुभ्यति यस्य। आत्मा निर्मलो भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ।। १५६ ।। વિષય-કષાયે જેનું મન-જળ ના ડો ળાય;
આત્મા તેનો વિમળ થઈ, પ્રત્યક્ષ પણ ઝટ થાય. ૧૫૬
હે જીવ, જેનું મનરૂપી જળ વિષયકષાયરૂપી પવન વડે ક્ષોભ પામતું નથી, તેનો આત્મા નિર્મળ થાય છે તથા તરત પ્રત્યક્ષ પણ થાય છે એટલે કે આત્મા શુદ્ધપણે અનુભવાય છે.
આ સંસારરૂપ સમુદ્રમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી મગરમચ્છો છે તથા તેમાં વિષયકપાયરૂપી પ્રચંડ પવન છે. તે પવન જીવોને પરમાત્મસ્વરૂપથી વિમુખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com