________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૮
યોગિન, તજ તનભાવને, તન નહિ ભદ્ર કદાય; દેહ-ભિન્ન તે જ્ઞાનમય, આત્મા જો તું સદાય. ૧૫૨
હું યોગી, શરીરની મમતા-શરીર-પ્રીતિ છોડ, કારણ શરીર કદીય સારું નથી. દેહથી અત્યંત ભિન્ન જ્ઞાનમય પોતાના પવિત્ર આત્માને તું જો. એટલે આત્મા વડે આત્માનો અનુભવ કર.
ઔદારિક આદિ સર્વ શીરોથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માને જો અને કૃષ્ણ, નીલ, કાપોત આદિ અશુભ લેશ્યાઓ તજી એકાગ્ર ચિત્ત થઈ પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કર. અત્રે શિષ્ય પૂછે છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવોનાં કેવાં પરિણામ હોય ?
જે વૈર તજે નહિ, વિષય-કષાયોમાં આસક્ત રહે, નિર્દય હોય, દુષ્ટ હોય તથા કોઈને વશ ન થતો હોય એવો કૃષ્ણ લેશ્માવાળો જીવ હોય છે. આ કૃષ્ણ લેશ્માનું લક્ષણ નીચેની ગાથામાં બતાવે છે–
“ चंडो ण मुयइ वेरं भंडणसीलो य धम्मदयरहिओ। दुट्ठो ण य एदि वसं लक्खणमेयं तु किण्हस्स ।।
,,
ધન ધાન્યાદિમાં તીવ્ર મૂર્છાવાળો તથા સંસારનાં સુખની તીવ્ર ઇચ્છાવાળો, નીલ લેશ્માવાળો જીવ હોય છે. જે યુદ્ધમાં મરવાને ઇચ્છે છે, પોતાની સ્તુતિથી સંતોષ પામે છે તે કાપોત લેશ્યાયુક્ત છે. આ ત્રણ અશુભ
લેશ્યાઓ છોડી તથા અન્ય સર્વ વિભાવભાવોનો તેમ જ દેહભાવનો પણ ત્યાગ કરી દેહથી ભિન્ન એક પોતાના આત્માનો વિચાર કર, તેની જ ભાવના, ધ્યાન, અનુભવ કર કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. ૧૫૨
दुक्खहँ कारणु मुणिवि मणि देहु वि एहु चयंति ।
जित्थु ण पावहिं परमसुहु तित्थु कि संत वसंति ।। १५३ ।। दुःखस्य कारणं मत्वा मनसि देहमपि एतत् त्यजन्ति । यत्र न प्राप्नुवन्ति परमसुखं तत्र किं सन्तः वसन्ति।। १५३ ।।
તજતા તન પણ મુનિ ગણી, દુ:ખ કા૨ણ મનમાંય; જ્યાં સુખ શ્રેષ્ઠ મળે નહીં, સંત વસે શું ત્યાંય ? ૧૫૩ આ દેહ નરકાદિનાં દુ:ખનું કારણ છે, એમ અંતરમાં જાણીને દઢ કરીને, હૈ જ્ઞાની આત્મા, દેહની મમતાને તું તજી દે. જ્યાં પરમસુખ ન મળે ત્યાં શું સત્પુરુષો નિવાસ કરે ?
દેહમાં સુખ નથી પણ સંસાર પરિભ્રમણનાં અનંત દુ:ખનું મૂળ જ દેહ છે, દેહાત્મબુદ્ધિ છે. માટે સત્પુરુષો તો દેહમાંથી મમત્વ તજી ૫૨માનંદરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com