________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૬
છે. નિર્ગુણ એવા શરીર વડે કેવલજ્ઞાનાદિ અનેક આત્મિક ગુણો પ્રાપ્ત કરાય છે. કહ્યું છે કે
“ अथिरेण थिरा मलिणेण णिम्मला णिग्गुणेण गुणसारं । काएण जा विढप्पइ सा किरिया किं ण कायव्वा ।।
1,
આ શરીર અસ્થિર છે, મલિન છે તથા નિર્ગુણ છે તેથી જો સ્થિર, નિર્મળ અને સારભૂત એવા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો શા માટે ન કરવી જોઈએ ? અર્થાત્ એ શરી૨ વડે પરમાત્મ ગુણોની પ્રાપ્તિ કરવી જ યોગ્ય છે. ૧૪૮
વળી ફરી પણ એ જ કહે છે
जेहउ जज्जरु णरय घरु तेहउ जोइय काउ । णरइ णिरंतरु पूरियउ किम किज्जइ अणुराउ ।। १४९ ।।
यथा जर्जरं नरकगृहं तथा योगिन् कायः । नरके निरन्तरं पूरितं किं क्रियते अनुरागः।। १४९।।
હે યોગિન્ આ કાય તો, જીર્ણ જાજરૂ જેમ; ભરી નિરંતર નર્કથી, ત્યાં શું ક૨વો પ્રેમ? ૧૪૯
હું યોગી ! ઘણાં છિદ્રવાળા ન૨કગૃહ-જાજરૂ જેવું આ શરીર છે. મળમૂત્રથી એ નિરંતર ભરેલું છે. તેમાં પ્રીતિ કેમ કરાય છે? કોઈ પ્રકારે પ્રીતિ કરવા યોગ્ય એ શરીર નથી. સાક્ષાત નરકઘર સમાન આ શરીરમાં નવે દ્વારોમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે. જ્યારે હું આત્મારામ, તમે તો જન્મમરણાદિ દોષરહિત છો, તેમ ૫૨મ પવિત્ર છો, દ્રવ્યકર્મ, ભાવ-કર્મ-નોકર્મરૂપી મલથી રહિત છો, એવી શરીર તથા આત્માની ભિન્નતા જાણી, શરીરની મમતા છોડી વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર આત્મભાવના કર્તવ્ય છે. ૧૪૯
દેહની મલિનતા દેખાડે છે
दुक्खईं पावइँ असुचियइँ ति हुयणि सयलइँ लेवि । एयाहँ देहु विणिम्मियउ विहिणा वइरु मुणेवि ।। १५० ।।
दुःखानि पापानि अशुचीनि त्रिभुवने सकलानि लात्वा एतैः देहः विनिर्मितः विधिना वैरं મા|| || ત્રિભુવનમાં દુ:ખ પાપ ને અશુચિ પુંજ સમસ્ત, તે લઈ વિધિએ તન થયું, માની વેર ગરિષ્ઠ. ૧૫૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com