________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૫
પણ સારપણું દેખાય છે. જેમકે હાથીના દાંત કામમાં આવે છે, ચમરી ગાયના કેશના ચમર બને છે. પણ મનુષ્ય-શરીર તો મરણ પછી કંઈ કામનું નથી. એમ જાણી સડી ગયેલા શેરડીના સાંઠાની પેઠે શરીરને અસાર માની બીજની સમાન સારભૂત કરવો જોઈએ. અર્થાત્ સડી ગયેલો સાંઠો બીજના કામમાં જો લેવાય તો નવી ઘણી સારી શેલડી તેમાંથી થાય, તેમ અસાર આ મનુષ્યજન્મથી જો સારભૂત ૫૨માર્થ સધાય અર્થાત્ રત્નત્રયરૂપ ધર્મપ્રાપ્તિ માટે ગળાય તો તે સારરૂપ બને. માટે આ દેહે આત્મહિત થાય અને પરલોક સુધરે તેમ ધર્મ આરાધન થાય તો આ અસાર દેહ પણ સારરૂપ સાર્થક બને. માટે આ દેહે સતત આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે જ પુરુષાર્થ તત્પર થવું ઘટે છે. આ મનુષ્યદેહે ધર્મની આરાધના થાય તો તે સફળ ગણાય.
દેહની અનિત્યતાદિ બતાવવાને છ ગાથાઓ કહે છે. ૧૪૭
उव्वलि चोप्पड चिट्ठ करि देहि सु-मिट्ठाहार । देहहँ सयल णिरत्थ गय जिमु दुज्जणि उबयार ।। १४८।। उद्वर्तय म्रक्षयं चेष्टां कुरु देहि सुमृष्टाहारान्। देहस्य सकलं निरर्थं गतं यथा दुर्जने उपकाराः।। १४८।।
મર્દન લેપ અલંકરણ, મિષ્ટ અન્નથી પોષ; તનનાં ગણ સૌ વ્યર્થ જ્યમ દુર્જન ઉપકૃતિ દોષ. ૧૪૮
આ દેહને પીઠી ચોળો, તેલનું મર્દન કરો, સારાં સારાં વસ્ત્રઆભૂષણથી શણગારો કે ઉત્તમમાં ઉત્તમ મધુર આહાર કરાવો તોપણ તે સર્વ નિષ્ફળ છે. કારણકે જેમ દુર્જનને ઉપકાર કરવો નકામો છે તેમ શરીરની સર્વ સેવા પણ નિરર્થક જાય છે.
જેમ દુર્જન ઉપર ઉપકાર કર્યો હોય તોપણ તે અપકાર જ કરે છે, અર્થાત્ તેને કરેલો ગુણ પણ દોષને માટે જ થાય છે, તેમ આ શરીર પણ દુષ્ટ છે.
આખી જિંદગી તે દેહને પોષવા માટે કરેલા સર્વ પ્રયત્નોના બદલામાં તે અનેક પ્રકારના રોગ, જરા અને છેવટે મરણનાં દુઃખ દઈ જીવનો સંગ તજે છે. પણ સાથે જતો નથી. દેહની આવી દુષ્ટતા, કૃતઘ્નતા વિચારી તેનો મોહ, મમત્વ તજી આત્મશ્રેય સાધ્ય કરવામાં તેનો ઉપયોગ કરાય, અનિત્ય, અસ્થિર, અસાર એવા દેહમાં રહી નિત્ય સુસ્થિર શાશ્વત પરમાત્મસ્વરૂપ એવા નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપના અખંડ અનુભવરૂપ આનંદામૃતમય મોક્ષસુખની પ્રાપ્તિમાં તે દેહ ગળાય તો જ તે સાર્થક છે. એ દેહ સાત ધાતુમય હોવાથી અશુચિરૂપ છે તોપણ તે વડે પરમચિ એવું શુદ્ધાત્મસ્વરૂપ ગ્રહણ કરાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com