________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૭
ત્રણ લોકમાં જેટલાં દુઃખ છે, પાપ છે અને અશુચિ (અપવિત્ર ) પદાર્થો છે, તે સર્વ ભેગાં કરીને બ્રહ્માએ વૈર રાખીને આ કાયા બનાવી છે.
આ દેહ દુઃખનું કારણ છે. તેથી જાણે આ દેહુ દુ:ખ પાપ અને અશ્િચ પદાર્થોથી બ્રહ્માએ દુ:ખ આપવા માટે જ બનાવ્યો છે, એમ લાગે છે. શરીર આવું છે તોપણ એમાં રહેલો આત્મા જ્ઞાન-દર્શનનો પુંજ, અજર, અમર તથા અવિનાશી છે, માટે સર્વ દુઃખ, સર્વ પાપ અને સર્વ અશુચિથી મુક્ત થવા એ કાયાથી ભિન્ન પરમ સુખસ્વરૂપ, પરમ નિષ્પાપ પરમ પવિત્ર પરમાનંદનું ધામ એવો સહજ શુદ્ધ આત્મા જ નિરંતર ભાવવા, ધ્યાવવા, આરાધવાયોગ્ય છે. શરીરથી અનેક પ્રકારનાં પાપો થાય છે તેથી શરીર પાપરૂપ છે અને ચિદાનંદ ચિદ્રૂપ પદાર્થ વ્યવહારનયથી શરીરમાં સ્થિત છે તોપણ તે દેહથી ભિન્ન અત્યંત પવિત્ર છે. ૧૫૦
जोइय देहु घिणावणउ लज्जहि किं ण रमंतु । णाणि धम्मे रइ करहि अप्पा विमलु करंतु ।। १५१ ।।
योगिन् देहः घृणास्पदः लज्जसे किं न रममाणः। ज्ञानिन् धर्मेण रतिं कुरु आत्मानं विमलं कुर्वन् ।। १५१।।
યોગિન, દેહ ઘૃણાસ્પદ, રમતાં શું ન લજ્જાય ? જ્ઞાનિન, કર રતિધર્મમાં, આત્મા નિર્મળ થાય. ૧૫૧
હૈ યોગી, આ દેહ દુગંછાનું સ્થાન છે, તો તેની સાથે રમતાં, પ્રીતિ કરતાં તું શરમાતો કેમ નથી? હૈ જ્ઞાની, આત્માને નિર્મળ કરવા ઇચ્છતો તું ધર્મમાં પ્રીતિ કર.
હૈ જીવ, તું સમસ્ત સંસારી વિકલ્પો તજી પોતાના આત્માને કર્મમલથી રહિત પરમ પાવન કરવા શુદ્ધ આત્મ રમણતામય વીતરાગ ચારિત્રરૂપ નિશ્ચય ધર્મમાં ૫૨મ પ્રેમ ધારણ કર, ભક્તિભાવે આરાધના કર, આર્ત, રૌદ્ર આદિ સમસ્ત વિકલ્પો તજી આત્માને પાવન કર. અશુભ વિચાર આત્માને અપવિત્ર બનાવે છે. ૧૫૧
દેહની મમતા છોડવા કહે છે
जोइय देहु परिच्चयहि देहु ण भल्लउ होइ ।
देह विभिण्णउ णाणमउ सो तुहुँ अप्पा जोइ ।। १५२ ।।
योगिन् देहं परित्यज देहो न भद्रः देहविभिन्नं ज्ञानमयं तं त्वं आत्मानं
भवति । पश्य ।। १५२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com