________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
કરી દે છે. પણ જે જીવોનું મન વિષયકષાયરૂપ પવનથી ચલાયમાન થતું નથી તેઓનો આત્મા અત્યંત નિર્મળ થાય છે. આત્મા રત્ન સમાન છે. તે અનાદિકાળથી અજ્ઞાનરૂપી પાતાળમાં પડેલો છે, રાગાદિ મળનો ત્યાગ કરવાથી તે શીધ્ર જ નિર્મળ થાય છે તથા તે આત્મા પ્રત્યક્ષ થાય છે અર્થાત્ આત્મદર્શન થાય છે. શુદ્ધ આત્મા પરમ કહેવાય છે. તેની કળા એટલે અનુભૂતિ તે પરમ કળા એટલે આત્માનુભૂતિ પરમ કળા છે તથા તે જ નિશ્ચયદષ્ટિ છે અને તે વડે જ આત્મસ્વરૂપનું અવલોકન થાય છે, એમ આત્મા અસંવેદન જ્ઞાન કરીને ગ્રહણ કરવાયોગ્ય છે. અને મનની સ્થિરતાવાળાને જ તે આત્માનું દર્શન થાય છે. ૧૫૬
अप्पा परहँ ण मेलविउ मणु मारिवि सहस त्ति। सो वढ जोएँ किं करइ जासु ण एही सत्ति।। १५७।। आत्मा परस्य न मेलितः मनो मारयित्वा सहसेति। स वत्स योगेन किं करोति यस्य न ईदृशी शक्तिः ।। १५७ ।। મન વશ કરી ઝટ આતમા, પરમે મળ્યો ન જેહુ;
કરશે શું તે યોગથી? શક્તિ ન જેને એહ. ૧૫૭
જેણે પોતાનું મન વશ કરીને આ આત્મા પરમાત્માના ધ્યાનમાં જોડ્યો નથી, જેની એવી શક્તિ નથી તે હે શિષ્ય, યોગ વડે શું કરે? અર્થાત્ ચિત્તની સ્વાધીનતા વિનાનું ધ્યાન પરમાર્થસાધક થઈ શકતું નથી.
મિથ્યાત્વ વિષયકપાયાદિના વિકલ્પોમાં પરિણમેલા મનને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શસ્ત્ર વડે હણી આત્માને પરમાત્મામાં જડતા નથી તે યોગી માત્ર યોગથી શું કરી શકે? જેનામાં મનને મારવાની શક્તિ નથી તે યોગી પણ શાનો? પરમાત્મામાં જેનું મન લીન છે તે યથાર્થ યોગી છે. સમ્યક યોગી લૌકિક માન-પૂજાદિનો ત્યાગ કરી સંસારની માયાથી દૂર રહી આત્મસ્વરૂપમાં એકાગ્ર રહે છે. ૧૫૭
अप्पा मेल्लिवि णाणमउ अप्पु जे झायहिं झाणु। वढ अण्णाण-वियंभियहँ कउ तहँ केवल-णाणु।।१५८ ।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यद् ये ध्यायन्ति ध्यानम्। वत्स अज्ञानविजृम्भितानां कुतः तेषां केवलज्ञानम्।। १५८ ।। આત્મા જ્ઞાનમયી મૂકી, અન્ય કરે જે ધ્યાન;
તે અજ્ઞાને પરિણમ્યા, લહે શું કેવળજ્ઞાન? ૧૫૮ જે વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ આત્માને મૂકીને અન્યનું-જગતના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com