________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ પદાર્થોની મમતા તજી શુદ્ધોપયોગની ભાવના કરવામાં તત્પર થા. ૧૪૫
करि सिव-संगम एक्कु पर जहिं पाविज्जइ सुक्खु। जोइय अण्णु म चिंति तुहुँ जेण ण लब्भइ मुक्खु ।।१४६ ।। करु शिव-संगम एकं परं यत्र प्राप्यते सुखम्। योगिन् अन्यं मा चिन्तय त्वं येन न लभ्यते मोक्षः।। १४६ ।। કર શિવસંગમ માત્ર એક, જેથી સુખ પમાય; ચિંતવ ના કંઈ અવરને, જેથી મોક્ષ ન થાય. ૧૪૬
હે યોગી, તું એક માત્ર નિજ શુદ્ધ આત્મઅનુભવ કે નિજ શુદ્ધાત્માની જ ભાવના કર કે જેથી તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. અન્ય પદાર્થનું ચિંતવન ન કર, કારણ કે તેનું ચિંતવન કરવાથી કંઈ તને મોક્ષની પ્રાપ્તિ નહિ થાય.
હે જીવ, શુદ્ધબુદ્ધ અખંડ સ્વભાવવાળા એવા પોતાના શુદ્ધાત્માની ભાવના કર તેથી તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. ભૂતકાળમાં જે જીવો અક્ષય અનંત સુખને પામ્યા છે તે આત્મજ્ઞાનથી પામ્યા છે. આત્મજ્ઞાન સિવાય મોક્ષનો બીજો ઉપાય નથી. માટે હે યોગી, લૌકિક પદાર્થોની તું ચિંતા ન કર. પરપદાર્થનું ચિંતવન આત્માના અવ્યાબાધ સુખમાં વિધ્રરૂપ છે. એ બાહ્ય પદાર્થોની ચિંતાથી આત્માને મોક્ષ મળતો નથી. એક સ્વાત્મભાવના જ કર્તવ્ય છે. ભેદભેદ રત્નત્રયની ભાવનાથી રહિત મનુષ્યજન્મ નિઃસાર છે. ૧૪૬
बलि किउ माणुस-जम्मडा देक्खंतहँ पर सारु। जइ उट्ठभइ तो कुहइ अह डज्झइ तो छारु।।१४७।। बलिः क्रियते मनुष्यजन्म पश्यतां परं सारम्। यदि अवष्टभ्यते ततः क्वथति अथ दह्यते तर्हि क्षारः।। १४७।। નર ભવ નાખ ઉવારી આ, જોતાં માત્ર જ સાર; સડે ભૂમિમાં દાટતાં, બાળે રાખ અસાર. ૧૪૭
આ મનુષ્યજન્મને અસાર જાણી મનથી ઉવારી નાખવા, ઉતારી નાખવા યોગ્ય છે. બાહ્યદષ્ટિથી જોનારાઓને આ શરીર સુંદર લાગે છે તથા સારરૂપ ભાસે છે. પરંતુ વસ્તુતઃ વિચાર કરીએ તો આ શરીર અસારભૂત દેખાય છે. કારણ કે મનુષ્યદેહને જો જમીનમાં દાટવામાં આવે તો સડી જાય છે અને બાળવામાં આવે તો તે રાખ થઈ જાય છે.
આ મનુષ્યદેહમાં કંઈ પણ સાર નથી. પશુઓના શરીરમાં તો કંઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com