________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૬
શ્રદ્ધા નહિ કરતો, તેને નહિ ઓળખતો, તેને નહિ અનુભવતો અજ્ઞાની આત્મા પુણ્ય બંધના કારણ એવા જિનદીક્ષા કે દાનાદિ શુભ કાર્યોને તથા પુસ્તક ઉપકરણાદિને મોક્ષનું કારણ માને છે; તેના ગ્રહમાં લીન રહે છે; અને તે મળવાથી મનમાં અત્યંત સંતોષ પામે છે. પરંતુ જ્ઞાની આવી ક્રિયાઓને પુણ્યબંધનાં કારણ જાણે છે અને તેને પરંપરાએ મુક્તિનું કારણ માને છે પણ નિશ્ચયથી તેને મુક્તિનું કારણ માનતા નથી એમ તાત્પર્ય છે. ૮૮
चट्टहिं पट्टहिं कुंडियहिं चेल्ला - चेल्लियएहिं ।
मोहु जणेविणु मुणिवरहँ उप्पहि पाडिय तेहिं ।। ८९ ।।
વરૃ: પટ્ટે: कुण्डिकाभिः शिष्यार्जिकाभिः। मोहं जनयित्वा मुनिवराणां उत्पथे पातितास्तैः ।। ८९ ।।
પીંછી પાટ કમંડલુ, ચેલા ચેલી જેઠુ; મોહ કરાવી મુનીશને પાડે વિપથે એહ. ૮૯
પીંછી, કમંડલુ, પુસ્તક, શિષ્ય ( મુનિ-શ્રાવક), શિષ્યા ( આર્થિકા તથા શ્રાવિકા ) આદિનો સંગ-અતિ પરિચય મોટા મુનિઓને પણ મોહ ઉત્પન્ન કરાવી તેઓને ઉન્માર્ગમાં નાખી દે છે.
જેમ કોઈ માણસ અજીર્ણના ભયથી સુંદર આહાર ત્યજી લંઘન કરે પછી અજીર્ણને દૂર કરનારી કોઈ મીઠી દવાને જીભની લોલુપતાને લીધે અધિક ખાઈને અજીર્ણપણું ઉત્પન્ન કરે તો તે અજ્ઞાની છે એટલે મૂર્ખ જ છે, પણ સમજુ નથી. તેમ કોઈ અજ્ઞાની દ્રવ્યલિંગી સાધુ મોહના ભયથી વિનીત સ્ત્રી આદિ પદાર્થો ત્યજીને નિજદીક્ષા ધારણ કરે, ત્યારે મોહરૂપી અજીર્ણને ટાળવા અર્થે વૈરાગ્ય સહિત ધારણ કરેલાં ઔષધની સમાન ઉપકરણાદિ સંયમનાં સાધનોમાં જે મુનિ રાગ કરે તે એક પ્રકારે ઔષધિથી અજીર્ણ કરવા સમાન છે. પ્રમાણસર ઔષધિનું સેવન કરવાથી રોગ મટે, પણ જો માપથી વધારે લેવામાં આવે તો તે દવા જ અજીર્ણ કરવામાં કારણ બને છે. પીંછી, કમંડલુ ઇત્યાદિ રાગભાવને ઘટાડવા માટે છે, પણ કોઈ તેમાં જ મમતા કરે તો બંધને પામે. શુદ્ધોપયોગના ધા૨ક મુનિઓને સર્વ પરિગ્રહનો ત્યાગ જ યોગ્ય છે. પરિગ્રહ શુદ્ધાત્મભાવમાં વિઘ્નરૂપ છે. એને લીધે આત્મભાવના થઈ શકતી નથી. શરીર-સંયમનું સાધન હોવાથી એને ટકાવવા માટે મુનિઓ નિર્મમત્વ ભાવથી આહાર-પાણી ગ્રહણ કરે છે, શૌચ આદિ ક્રિયા અર્થે કમંડલ છે તથા જીવ રક્ષા માટે પીંછી છે. શાસ્ત્ર એ જ્ઞાનનું સાધન છે. તે સિવાય બીજું કંઈ મુનિ પાસે હોતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com