________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩
સમાન છે તોપણ એક જીવને ગ્રહણ કરવાથી સર્વ જીવો ગ્રહણ કરાતા નથી કારણ કે પ્રત્યેક જીવના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. સારાંશ કે કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો સમાન છે તોપણ પ્રત્યેક જીવના પ્રદેશો જુદા જુદા છે. ૯૮
बंभहँ भुवणि वसंताहँ जे णवि भेउ करंति। ते परमप्प-पयासयर जोइय विमलु मुणंति।। ९९ ।। ब्रह्मणां भुवने वसतां ये नैव भेदं कुर्वन्ति। ते परमात्मप्रकाशकराः योगिन् विमलं जानन्ति।। ९९ ।। જગમાં વસતાં જીવનો કરે નહીં જે ભેદ;
તે પરમાત્મપ્રકાશકર લહે વિમલ નિજ ભેદ. ૯૯
હે યોગી, આ લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે પરમાત્મતત્ત્વને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ, સહજ આત્મસ્વરૂપને જાણે છે.
જીવરાશિની અપેક્ષાએ જીવોની એકતા છે પરંતુ પ્રદેશભેદથી સર્વ જીવો જુદા જુદા છે. જેમ વૃક્ષોમાં જાતિ અપેક્ષાએ એકપણું છે, પર્વતોમાં પર્વત જાતિની અપેક્ષાએ એકતા છે, તોપણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે, તેમ જીવ જાતિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે પરંતુ પ્રદેશના ભેદથી સર્વ જીવો ભિન્ન ભિન્ન છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જેમ એક જ ચંદ્ર પાણી ભરેલાં વાસણોમાં ભિન્ન ભિન્ન દેખાય છે તેમ એક જ જીવ અનેક શરીરોમાં જુદો જુદો ભાસે છે અર્થાત્ આત્મા એક જ છે. શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે–પાણીના ઘડાઓમાં ચંદ્રનાં કિરણોની ઉપાધિથી જનજાતિના પુદગલો ચંદ્રના આકારે પરિણમે છે પણ આકાશમાં ચંદ્ર તો એક જ છે, તે અનેકરૂપે પરિણમતો નથી. તેમ એક જ બ્રહ્મ અનેકરૂપે પરિણમે છે એ વાત યોગ્ય લાગતી નથી. જો આત્મા એક જ હોય તો જગતમાં આટલી બધી વિચિત્રતા જોવામાં ન આવે.
જેમ દેવદત્તના મુખનું નિમિત્ત પામીને અનેક દર્પણોના પુદગલો જ અનેક મુખાકારે પરિણમે છે પણ દેવદત્તનું મુખ અનેક આકારે પરિણમતું નથી. જો પરિણમે તો દર્પણમાં રહેલા મુખના પ્રતિબિંબને ચેતનપણું પ્રાપ્ત થાય, પણ તેમ દેખાતું નથી તેમ ચંદ્ર પણ અનેકરૂપે પરિણામ પામતો નથી તથા ચંદ્રમાની સમાન કોઈ પ્રત્યક્ષ બ્રહ્મ આંખોએ દેખાતો નથી કે જે વિશ્વરૂપે પરિણમે. ૯૯
राय दोस बे परिहरिवि जे सम जीव णियंति। ते सम-भावि परिट्ठिया लहु णिव्वाणु लहंति।। १०० ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com