________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર છે. વ્યવહારનયથી દેહ પ્રાણાદિ સાથે જીવની એકતા કહેવાય છે. જેમ દેહના ઘાતથી પોતાને દુઃખ થાય છે તેમ બીજાં પ્રાણીઓને પણ થાય છે એટલે એ હિસાબે આત્મા તથા દેહુ એક પણ છે અને નિશ્ચયનયની દષ્ટિએ બન્ને જુદા છે. મરણ પછી દેહું અહીં પડયો રહે છે તથા આત્માને સિદ્ધ પર્યાયમાં દેહ નથી તેથી દેહ અને આત્મા ભિન્ન પણ છે. બીજાને દુ:ખ દેવું તે હિંસાથી પાપ બંધાય છે. જીવ નિત્ય અવિનાશી પદાર્થ છે તે સત્ય છે. પણ વ્યવહારનયથી પ્રાણ વિયોગરૂપ હિંસા થાય છે તે પાપરૂપ છે. તે પાપનું ફળ નરકાદિ ગતિઓમાં દુ:ખ ભોગવવું પડે છે, તે છે. આ હિંસા-અહિંસાનું સ્વરૂપ સમજીને હિંસાથી દૂર રહેવામાં આત્મકલ્યાણ છે. ૧૨૭
મોક્ષમાર્ગમાં પ્રીતિ કર એમ કહે છે
मूढा सयलु वि कारिमउ भुल्लउ मं तुस कंडि। सिव-पहि णिम्मलि करहि रइ घरु परियणु लहु छंडि।।१२८ ।। मूढ सकलमपि कृत्रिमं भ्रान्तः मा तुषं कण्डय। शिवपथे निर्मले कुरु रतिं गृहं परिजनं लघु त्यज।। १२८ ।। મૂઢ ક્ષણિક સૌ ત્યાં, ભ્રમે-કુસકા હવે ન ખાંડ;
રતિ કર નિર્મળ શિવ૫થે, ગૃહ પરિજન ઝટ છોડ. ૧૨૮
હે મૂઢ, એક શુદ્ધાત્મા સિવાય અન્ય સર્વ વિષયાદિક વિનાશી છે. તું ભ્રમથી છોતરાં ન ખાંડ, પવિત્ર મોક્ષમાર્ગમાં રતિ કર અને ઘર-પરિજનને શીઘ્ર છોડી દે.
સંસારનાં સારહીન કાર્યો તજી મોક્ષમાર્ગમાં પ્રીતિ કર કે જેથી આ આત્માનું પરમ શ્રેય થાય. બાકી પાંચ ઇન્દ્રિયના વિષયો વિનાશી અને દુઃખદાયક છે. સંસારની પ્રવૃત્તિ માત્ર છોતરાં ખાંડવા સમાન કેવળ અસાર દુઃખદાયી છે, એમ જાણ. જ્ઞાનદર્શન સ્વભાવવાળા શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક ચારિત્રરૂપ નિર્મળ મોક્ષમાર્ગ છે તેમાં જ તું રતિ કર તથા તેમાં જ લીન થવાનો પુરુષાર્થ કર. રાગાદિ વિકારોના ત્યાગથી જ આત્મા નિર્મળ થાય છે. ૧૨૮
અનિત્યાનુપ્રેક્ષાનું વર્ણન કરે છેजोइय सयलु वि कारिमउ णिक्कारिमउ ण कोइ। जीविं जंतिं कुडि ण गय इहु पडिछंदा जोइ।।१२९ ।। योगिन् सकलमपि कृत्रिमं निःकृत्रिमं न किमपि। जीवेन यातेन देहो न गतः इमं दृष्टान्तं पश्य।। १२९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com