________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૩ હે યોગિન, કૃત્રિમ, બધુંય, અકૃત્રિમ નહિ કાય;
જીવ જાતાં તન જાય ના, જો દૃષ્ટાંત જરાય. ૧૨૯ હે યોગી, સંસારમાં સર્વ કૃત્રિમ-વિનર છે, કોઈ પણ વસ્તુ અવિનાશી નથી. જીવ જ્યારે ભવાંતરમાં જાય છે ત્યારે તેની સાથે આ દેહ પણ જતો નથી. આ દષ્ટાંત પ્રત્યક્ષ છે તે તું જો.
પોતાનું શુદ્ધબુદ્ધ સહજ આત્મસ્વરૂપ અકૃત્રિમ, અવિનાશી તથા આનંદધામ છે. તે સિવાય દશ્યમાત્ર કૃત્રિમ-વિનાશી છે. તેથી જે અનિત્ય છે, જે અશરણ છે અને જે અસાર છે એવા દેહાદિ સર્વ પદાર્થોમાંથી મમતા તજી એક નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપની ભાવના, ભક્તિ, રમણતા કરી આ મનુષ્યભવ, સત્સંગ, સપુરુષનો યોગ, આદિ દુર્લભપ્રાપ્તિ સફળ કરી લેવાયોગ્ય છે. સંસારના પ્રત્યેક પદાર્થને અનિત્ય જાણીને દેહમમત્વ આદિ વિભાવરહિત નિજ શુદ્ધાત્મ પદાર્થ ભાવના કર્તવ્ય છે. “કુડિ” શબ્દ અત્રે દેહ શબ્દનો વાચક છે. ૧૨૯
देउलु देउ वि सत्थु गुरु तित्थु वि वेउ वि कव्वु। वच्छु जु दीसइ कुसुमियउ इंधणु होसइ सव्वु।। १३०।। देवकुलं देवोऽपि शास्त्रं गुरुः तीर्थमपि वेदोऽपि काव्यम्। वृक्षः यद् दृश्यते कुसुमितं इन्धनं भविष्यति सर्वम्।। १३० ।। શાસ્ત્ર દેવ દેવળ ગુરુ તીર્થ વેદ કવિતાય; વૃક્ષ પ્રફુલ્લિત જે દિસે, કાળે સૌ ક્ષય થાય. ૧૩) एक्कु जि मेल्लिवि बंभु परु भुवणु वि एहु असेसु। पुहविहिं णिम्मिउ भंगुरउ एहउ बुज्झि विसेसु।।१३१ ।। एकमेव मुक्त्वा ब्रह्म परं भुवनमपि एतद् अशेषम्। पृथिव्यां निर्मापितं भङ्गुरं एतद् बुध्यस्व विशेषम्।। १३१ ।। તજી એક પરબ્રહ્મ સૌ રચના જગમાં જેહુ; ક્ષણભંગુર તે સર્વ તો જાણ ખાસ તું એહ. ૧૩૧
એક શુદ્ધ ચૈતન્ય દ્રવ્યરૂપ પરબ્રહ્મને મૂકીને આ લોકમાં આ સમસ્ત પૃથ્વી ઉપરના પદાર્થોની જે રચના છે, તે સર્વ વિનાશી છે એમ આ વિશેષ (લક્ષ્યમાં લેવા યોગ્ય વાત)ને તું જાણ.
વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવવાળો તથા પરબ્રહ્મ શબ્દથી કહેવા યોગ્ય એવો એક શુદ્ધ સહજ આત્મા નિત્ય-શાશ્વત પદાર્થ છે. તે સિવાય પંચેન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com