________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૯ संता विसय जु परिहरइ बलि किज्जउँ हउँ तासु। सो दइवेण जि मुंडियउ सीसु खडिल्लउ जासु।।१३९ ।। सतः विषयान् यः परिहरति बलिं करोमि अहं तस्य। स दैवेन एव मुण्डितः शीर्षं खल्वाटं यस्य।। १३९ ।। છતા વિષય જે છાંડતા વારી જાઉં નર તે;
જેને શિર પર કેશ નહિ, દૈવે મુંડયો એહું. ૧૩૯
જે જ્ઞાની પુરુષ છતા વિષયોને તજે છે તેની હું પૂજા કરું છું. બાકી જેના મસ્તકે તાલ પડી છે, તે તો દૈવ વડે મુંડિત થયેલો જ છે.
જે બાહ્યદષ્ટિથી મનોજ્ઞ સારા દેખાય છે એવા પાંચ ઇન્દ્રિયના વિષયો ભયંકર ઝેરની સમાન છે તથા શુદ્ધાત્મ પરિણતિના ચોર છે. તે વિષયોને જે જ્ઞાની ત્યાગે છે તેઓની હું પૂજા કરું છું, તેને પૂજ્ય ગણું છું. એમ કહીને ગ્રંથકારે પોતાનો ગુણાનુરાગ દર્શાવ્યો છે કે જે વિદ્યમાન વિષયોને તજે છે તે લોકમાં મહાપુરુષોથી પણ પ્રશંસનીય થાય છે. અર્થાત્ જેની પાસે સંપત્તિ છે તે તેનો ત્યાગ કરી જો વીતરાગ માર્ગની આરાધનામાં તત્પર થાય તો મહાપુરુષો પણ તેને પ્રશંસે છે. પણ જેની પાસે ધન-વૈભવ તો નથી છતાં તેની તૃષ્ણા તો છે અને તેથી દુઃખી થઈ રહ્યા છે તે પ્રશંસાપાત્ર ન બનતાં નિંધ એવાં પાપોપાર્જન કરે છે. કહ્યું છે કે
" देवागमपरिहीणे कालेऽतिशयवर्जिते।
છેવનોત્પત્તિહીને તુ ને વધરોfજ્ઞતેા.” ચતુર્થકાળમાં આ ભરતક્ષેત્રમાં દેવો આવતા હતા, તેઓને જોઈને લોકો ધર્મની રુચિવાળા થતા હતા. ઋદ્ધિધારી મુનિઓનાં દર્શન કરી જ્ઞાન મેળવતા તથા અન્ય જીવોમાં અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન આદિ જોઈ કેટલાક
જીવો સમ્યગ્દર્શન પામતા તા. ચક્રવર્તી આદિ મહાપુરુષોના ત્યાગને જોઈ વિષયોથી વિરક્ત થઈ પોતે પણ ઘણા જીવો ત્યાગી થતા હતા. પણ આજે આ અતિશયો નથી છતાં આવા વિષમ કાળમાં પણ જે છતા વિષયોને ત્યાગે છે તેને ધન્ય છે. દુષમકાળમાં જે ધર્માચરણ કરે છે તે એક મહાન આશ્ચર્ય છે. ૧૩૯
એક મનને જીતવાથી પાંચે ઈન્દ્રિયો જિતાય છેपंचहँ णायकु वसिकरहु जेण होंति वसि अण्ण। मूल विणट्ठइ तरु-वरहँ अवसइँ सुक्कहिं पण्ण।। १४०।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com