________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧ આસ્વાદરહિત એવો તું વિષયોમાં આસક્તિથી તો અનંતકાળ સંસારમાં ભમ્યો છે. હજુ તે વિષયોમાં અનુરાગ રાખી તારે કેટલો કાળ ભટકયા કરવું છે? અર્થાત્ સંસારભ્રમણથી મુક્ત કરી અનંત આત્મિક સુખ પ્રાપ્ત કરાવે તેવો આ દુર્લભ યોગ પામીને હવે તો તું વિષયોની આસક્તિને મૂળમાંથી તજી દે અને અનંત સુખનું મૂળ એવો શિવ-સંગમ એટલે શુદ્ધ આત્માનુભવ પ્રાપ્ત કર કે જેથી અવશ્ય અનંત ચતુષ્ટયાદિ આત્મઐશ્વર્યને પામી તું મોક્ષપદને પામી શકે. ૧૪૧
નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપનો સંસર્ગ તું કદી ન તજ. એક એ શુદ્ધ આત્મસ્વરૂપ જ ઉપાદેય છે એમ વારંવાર ઉપદેશ કરે છે
इहु सिव-संगमु परिहरिवि गुरुवड कहिं वि म जाहि। जे सिव-संगमि लीण णवि दुक्खु सहंता वाहि।। १४२।। इमं शिवसंगम परिहृत्य गुरुवर क्वापि मा गच्छ। ये शिव-संगमे लीना नैव दुःखं सहमानाः पश्य।। १४२।। આ શિવ-સંગમને તજી, ગુરુવાર, જા નહિ કયાંય;
જે શિવ-સંગમ લીન નહિ, જો દુઃખ સહે સદાય. ૧૪૨
હું તપોધન, આત્માનુભવરૂપ શિવસંગમને મૂકીને તું અન્યત્ર ન જા. જેઓ આત્મસ્વભાવમાં લીન નથી તેઓ અનેક પ્રકારનાં દુઃખ સહન કરી રહ્યા છે, તે તું પ્રત્યક્ષપણે જો.
શિવ એટલે અનંતજ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા, પરમાત્મા તેનો સંગ એટલે અનુભવ એ શિવસંગ એટલે આત્માનુભૂતિ લક્ષણ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ તજીને હું જીવ, હવે તું પરભાવરૂપ સંસારમાર્ગમાં કદી ન જા. પરભાવમાં લીન એવું આખું જગત અનંત જન્મ-મરણાદિ પરિભ્રમણના દુ:ખ સહન કરી રહ્યું છે તે તું જ, અને પરિણામે આત્મભાવમાં જ નિરંતર નિમગ્ન થા. ૧૪૨
આત્મજ્ઞાનરૂપ સમ્યગ્દર્શનનું દુર્લભપણું દેખાડે છે
कालु अणाइ अणाइ जिउ भव-सायरु वि अणंतु। जाविं बिण्णि ण पत्ताइँ जिणु सामिउ सम्मत्तु।।१४३ ।। कालः अनादि: अनादिः जीवः भवसागरोऽपि अनंतः। जीवेन वे न प्राप्ते जिनः स्वामी सम्यक्त्वम्।।१४३।। અનાદિ જીવ વળી કાળ પણ, વળી ભવાબ્ધિ અનંત; જિનસ્વામી, સમકિત, બે પામ્યો ન ચિર ભમંત. ૧૪૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com