________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮) पञ्जानां नायकं वशीकुरुत येन भवन्ति वशे अन्यानि। मूले विनष्टे तरुवरस्य अवश्यं शुष्यन्ति पर्णानि।।१४०।। વશ કર નાયક પાંચનો, તો પાંચે વશ થાય;
તરુવરનું મૂળ છેદતાં, પાન અવશ્ય સુકાય. ૧૪૦
પાંચ ઇન્દ્રિયોનો નાયક જે મન તેને તમે વશ કરો કે જે મન વશ થવાથી પાંચ ઇન્દ્રિયો વશ થાય છે. વૃક્ષનાં મૂળનો નાશ થવાથી જેમ પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે, તેમ મનને વશ કરવાથી પાંચ ઇન્દ્રિયો સ્વમેવ સ્વાધીન થાય છે.
અનેક વિકલ્પ કરવાવાળું મન છે. તે મનને ભેદ-વિજ્ઞાનરૂપી અંકુશ વડ વશ કરવું જોઈએ. આત્માથી શરીરાદિ અન્ય પદાર્થો ભિન્ન છે તે પ્રકારના જ્ઞાનનું નામ ભેદ-વિજ્ઞાન છે. મન વશ થવાથી પાંચે ઈન્દ્રિયો સહજે વશ થાય છે. નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવના માટે ગમે તે ઉપાયે મનને અવશ્ય જીતવું જોઈએ. મનને જીતવાથી જ આત્મા જીતેન્દ્રિય કહેવાય. કહ્યું છે કે
“ येनोपायेन शक्येत सन्नियन्तुं चलं मनः।
स एवो पासनीयोऽत्र न चैव विरमेत्ततः।।" અર્થાત્ જે ઉપાય વડે ચંચળ મન વશ કરી શકાય તે ઉપાય અવશ્ય ઉપાસવા યોગ્ય છે. તેમ કરવામાં કોઈ રીતે પ્રમાદ કર્તવ્ય નથી. વૃક્ષનાં મૂળનો છેદ થવાથી જેમ પાંદડાં આદિ સુકાઈ જાય છે તેમ મનને સ્વાધીન કરવાથી પાંચ ઇન્દ્રિયોનું બળ ચાલતું નથી. ૧૪૦
હે જીવ, વિષયોમાં તું કયાં સુધી લીન રહીશ?
विसयासत्तउ जीव तुहुँ कित्तिउ कालु गमीसि। सिव-संगमु करि णिच्चलउ अवसइँ मुक्खु लहीसि।।१४१।। विषयासक्तः जीव त्वं कियन्तं कालं गमिष्यसि। शिव-संगमं कुरु निश्चलं अवश्यं मोक्षं लभसे।।१४१ ।। કાળ ગુમાવીશ કેટલો, હે જીવ વિષયાસક્ત?
શિવ-સંગમ કર અચળ તું, પામે મોક્ષ અવશ્ય. ૧૪૧
હે જીવ, તું વિષયોમાં આસક્ત થઈ કેટલો સમય ગુમાવીશ? હવે તો નિશ્ચળ થઈ શુદ્ધાત્માનો અનુભવ કર કે જેથી અવશ્ય મોક્ષ પમાય.
હે જીવ, નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપના અનુભવરૂપ આનંદ અમૃતના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com