________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ सो जोइउ जो जोगवइ दंसणु णाणु चरित्तु। होयवि पंचहँ बाहिरउ झायंतउ परमत्थु।। १३७-५ स योगी यः पालयति दर्शनं ज्ञानं चारित्रम्। भूत्वा पञ्चभ्यः बाह्यः ध्यायन् परमार्थम् ।। १३७-५।। તે યોગી જે જોગવે, દર્શન જ્ઞાન ચરિત્ર;
પંચેન્દ્રિયથી અલગ થઈ, પરમાર્થે યુતચિત્ત. ૧૩૭-૫
જે પાંચ ઇન્દ્રિયોથી નિવર્તીને પરમાત્માનું ધ્યાન કરતો દર્શન, જ્ઞાન અને ચારિત્રને પાળે છે, રક્ષે છે તે યોગી છે.
યોગ શબ્દથી અત્રે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. અથવા અનંત જ્ઞાનાદિવાળા આત્મસ્વરૂપમાં મનને જોડવું, તે રૂપ પરિણમવું તે પણ યોગ છે, આવો યોગ જેને હોય તે યોગી-ધ્યાની કહેવાય છે. ૧૩૭-૫
विसय-सुहइँ बे दिवहडा पुणु दुक्खहँ परिवाडि। भुल्लउ जीव म वाहि तुहुँ अप्पण खंधि कुहाडि।।१३८।। विषयसुखानि वे दिवसके पुनः दुःखानां परिपाटी। भ्रान्त जीव मा वाहय त्वं आत्मनः स्कन्धे कुठारम् ।। १३८ ।। બે દિનનાં સુખ વિષયનાં, પછી દુઃખનો નહિ પાર;
ભ્રાન્ત જીવ, તું નિજ ખભે, ભલા કુહાડી ન માર. ૧૩૮
સંસારનાં વિષયસુખો બે દિવસનાં છે અર્થાત્ અલ્પકાલ માત્ર રહેવાનાં છે. પછી દુ:ખની અપાર પરંપરા છે એમ જાણ. હે ભ્રાંત જીવ, પોતાના ખભા ઉપર તું પોતે કુહાડીનો ઘા ન કર.
સંસારનાં સુખ બે દિવસનાં છે, ક્ષણભંગુર છે, વારંવાર દુર્ગતિનાં દુઃખને આપનારા છે. તેથી તેનું સેવન તે આત્મહિતને છેદનાર કુહાડી સમાન છે, માટે હે જીવ તેનો ત્યાગ કરી એક શુદ્ધ આત્મભાવનામાં તત્પર થઈ શાશ્વત સુખનું કારણ એવું નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ, તેની ભાવનામાંભક્તિમાં એકાગ્ર થા. પણ પોતાના ખભા ઉપર કુહાડી મારવાની ભૂલ ન કર. વિષયોમાં આસક્તિ તે આત્મઘાતનું કારણ છે તથા તે જ કુહાડી સમાન છે. માટે સાંસારિક વિષયો તથા તેની વાસનાનો ત્યાગ કરી વીતરાગ પરમાત્મસુખમાં સ્થિત થઈ નિરંતર શુદ્ધોપયોગની ભાવના કરવી યોગ્ય છે. ૧૩૮
આત્મભાવના માટે જે વિદ્યમાન વિષયો તજે છે, તેની પ્રશંસા કરે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com