________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
विसयहं कारणि सव्वु जणु जिम अणुराउ करेइ।
तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ।।
આ સંસારના વિષયોમાં જેવો રાગ કરે છે તેવો જો જિન ભગવાને કહેલા ધર્મમાં કરે તો તે સંસારસમુદ્રમાં પડે નહિ. ૧૩૪ ધર્મઆરાધન માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે
जेण ण चिण्णउ तव-यरणु णिम्मलु चित्तु करेवि। अप्पा वंचिउ तेण पर माणुस-जम्मु लहेवि।। १३५ ।। येन न चीर्णं तपश्चरणं निर्मलं चित्तं कृत्वा। आत्मा वंचितः तेन परं मनुष्यजन्म लब्ध्वा।। १३५ ।। જેણે નિર્મળ મન કરી તપશ્ચરણ કર્યું નહિ;
તેણે સ્વાત્માને ઠગ્યો, પામી નરભવ અહિ. ૧૩૫
જેણે ચિત્તને નિર્મળ કરીને તપશ્ચરણ કર્યું નથી તે જીવે મનુષ્યભવ પામીને પણ નિયમથી અત્યંતપણે પોતાના આત્માને ઠગ્યો છે એમ જાણવું.
આ સંસારમાં ભમતા જીવને એકેન્દ્રિયમાંથી વિકસેન્દ્રિયપણું પામવું દુર્લભ છે, વિકસેન્દ્રિયમાંથી અસંજ્ઞી પંચેન્દ્રિયપણું દુર્લભ છે, તેમાંથી સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી મનુષ્ય થવું સુલભ નથી. મનુષ્યમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, દીર્ઘ આયુષ્ય, સત્સંગ, ધર્મશ્રવણ, તેનું ધારણ, જન્મપર્યત ધર્મ ટકાવી રાખવો એ ઉત્તરોત્તર દુર્લભ છે. એ સર્વના ફલરૂપ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સર્વથી દુર્લભમાં દુર્લભ છે.
આવો અત્યંત દુર્લભ આ મનુષ્યભવ તથા આત્મજ્ઞાનપ્રાપ્તિનો યોગ પામીને પણ જેણે વિષયકષાયમાં જ તે વ્યતીત કરી દીધો પણ ક્રોધાદિ રહિત વીતરાગ ચિદાનંદમય કેવલ સુખરૂપ અમૃતથી પોતાના ચિત્તને તૃત કરીને ઇચ્છા નિરોધરૂપ તપશ્ચરણમાં પ્રવૃત્તિ કરી નહિ તેણે ખરેખર પોતાના આત્માને ઠગ્યો છે. કહ્યું છે કે
चित्ते बद्धे बद्धो मुक्के मुक्को त्ति णत्थि संदेहो।
अप्पा विमलसहावो मइलिज्जइ मइलिए चित्ते।। મનથી, ભાવથી જે બંધાયેલો છે તે જ ખરો બંધાયેલો છે અને જે મનથી (ભાવથી) મુકાયેલો છે તે મુક્ત છે એમાં સંદેહ નથી. આત્મા નિશ્ચયથી નિર્મળ સ્વભાવવાળો છે પણ ભાવની મલિનતાને લીધે મલિન બને છે. માટે દુર્લભ મનુષ્યભવ તથા તપશ્ચરણ પામી નિર્વિકલ્પ સમાધિના બળે કરી રાગાદિ વિકારોના ત્યાગથી ચિત્તશુદ્ધિ કર્તવ્ય છે. જે ચિત્તશુદ્ધિ કરતો નથી તે આત્મવંચક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com