________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
છે. ૧૩૫
૧૭૭
પાંચ ઇન્દ્રિયોને જીતવાનું કહે છે
ए पंचिंदिय-करहडा जिय मोक्कला म चारि । चरिवि असेसु वि विसय-वणु पुणु पाडहिं संसारि ।। १३६ ।। एते पञ्चेन्द्रियकरभका: जीव मुक्तान् मा चारय । चरित्वा अशेषं अपि विषयवनं पुनः पातयन्ति संसारे ।। १३६ ।।
પંચેન્દ્રિયરૂપ ઊંટને ચરવા દે ન યથેચ્છ; ચરી સઘળાય વિષયવને પટકે ભવમાં એ જ. ૧૩૬
હે જીવ, આ પાંચ ઇન્દ્રિયરૂપી ઊંટોને પોતાની ઇચ્છા પ્રમાણે ચરવા ન દે, કારણ તેઓ સમસ્ત વિષયવનને ચરીને તને સંસારમાં પાડી દેશે.
સ્પર્શ આદિ પાંચ ઇન્દ્રિયોને વશ થઈને આ જીવ પંચ પરાવર્તનરૂપ સંસારમાં અનંત અપાર કષ્ટ ભોગવે છે. ઇન્દ્રિયો આત્માને સ્વભાવથી વિમુખ થવામાં સહાયક થાય છે. માટે ઇન્દ્રિયોનો જય કર. ૧૩૬
ધ્યાનની કઠિનતા બતાવે છે
जोइय विसमी जोय गइ मणु संठवण ण जाइ । इंदिय-विसय जि सुक्खडा तित्थु जि वलि वलि जाइ ।। १३७ ।। योगिन् विषमा योगगतिः मनः संस्थापयितुम् न याति । इन्द्रियविषयेषु एव सुखानि तत्र एव पुनः पुनः याति ।। १३७।।
યોગિન્ ધ્યાનગતિ કઠિન, મનસ્થિર કયમે ન થાય; ઇન્દ્રિય વિષયે સુખ ગણી, ત્યાં જ ફરી ફરી જાય. ૧૩૭
હું યોગી, ધ્યાનની ગતિ મહા વિષમ છે, કેમકે મન ચંચળ હોવાથી નિજ સ્વરૂપમાં સ્થિરતા પામતું નથી, પણ ઇન્દ્રિય-વિષયોમાં તે સુખ માને છે અને તેથી ત્યાં જ તે ફરી જાય છે. પણ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરતું નથી.
વીતરાગ પરમાનંદ સમરસી ભાવરૂપ અતીન્દ્રિય સુખથી રહિત સંસારી જીવોનું મન અનાદિકાળથી અવિધાની વાસનાવાળું છે અને તેને લીધે તે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ માની ત્યાં જાય છે. પણ શુદ્ધ સહજ આત્મસ્વરૂપની ભાવનારૂપ ધ્યાનમાં એકાગ્ર થતું નથી. ૧૩૭
હવે પ્રક્ષેપક ગાથા કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com