________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭
જીવોમાં જે ભેદ છે તે કર્મભનિત છે
जीवहँ भेउ जि कम्म-किउ कम्मु वि जाउ ण होइ। जेण विभिण्णउ होइ तहँ कालु लहेविणु कोइ।। १०६ ।। जीवानां भेद एव कर्मकृतः कर्म अपि जीवो न भवति। येन विभिन्नः भवति तेभ्यः कालं लब्ध्वा कमपि।। १०६ ।। કર્મકૃત જીવ-ભેદ સૌ, પણ કર્મ ન જીવ થાય; કારણ જીવ અવસર મળ્ય, ભિન્ન કર્મથી થાય. ૧૦૬
જીવોમાં કર્મથી કરાયેલો નર-નારકાદિ ભેદ છે, પણ કર્મ તે જીવ નથી. કારણ કે અવસરને પામીને તે કર્મોથી આત્મા જુદો થાય છે એટલે મુક્ત થાય છે.
કર્મ શુદ્ધાત્માથી જુદાં છે, શુદ્ધાત્મા ભેદ-કલ્પનાથી રહિત છે. શુભાશુભ કર્મ જીવનું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ તો નિર્મળ જ્ઞાનદર્શન સ્વભાવ છે. અનાદિકાલથી આ જીવ પોતાનું સ્વરૂપ ભૂલી રહ્યો છે તેથી રાગાદિ અશુદ્ધોપયોગથી કર્મબંધ કરે છે. તે કર્મબંધ પણ અનાદિકાળનો છે. વીતરાગ પરમાત્માની અનુભૂતિ (અનુભવ)માં સહકારી કારણ એવા સમયને પામીને કોઈ એક જીવ એ અનાદિકાલના કર્મબંધનથી મુક્ત થાય છે. આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ સ્વભાવવાળો છે અને સ્ત્રી, પુત્ર, પુરુષાદિ ભેદો આત્માથી ભિન્ન છે. માટે તે ભેદોને જોઈને રાગ-દ્વેષ કર્તવ્ય નથી. ૧૦૬ શુદ્ધ સંગ્રહનયથી જીવોમાં ભેદ નથી
एक्कु करे मण विणि करि मं करि वण्ण-विसेसु। इक्कइँ देवइँ जें वसइ तिहयणु एहु असेसु।।१०७।। एकं कुरु मा द्वौ कुरु मा कुरु वर्णविशेषम्। एकेन देवेन येन वसति त्रिभुवनं एतद् अशेषम्।। १०७ ।। એક જાણ, તજ દ્વન્દ તું, કર નહિ વર્ણવિશેષ;
કારણ એક જ દેવ આ, જગમાં વસે અશેષ. ૧૦૭
હે આત્મા, તું જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક કર, અર્થાત્ એક જાણ; પણ રાગ-દ્વેષ ન કર. મનુષ્યજાતિની અપેક્ષાએ બ્રાહ્મણાદિ વર્ણભેદ પણ ન કર, કારણ કે અભેદનયથી શુદ્ધ આત્માની સમાન આ સર્વલોકમાં રહેવાવાળી જીવરાશિ વસે છે, એટલે જીવપણે બધા જીવો સરખા છે.
સૂક્ષ્મ જીવોથી આ લોક નિરંતર ભરેલો છે. બાદર તથા ત્રસ જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com