________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫.
ते चैव धन्याः ते चैव सत्पुरुषाः ते जीवन्तु जीवलोके। यौवन-द्रहे पतिताः तरन्ति ये चैव लीलया।। ११७ ।। તે જ ધન્ય તે સત્પરુષ ચિર જીવો જગમાંય; જે યૌવન-દ્રહમાં પડયા સહેજે તે તરી જાય. ૧૧૭
જે પુરુષો યુવાવસ્થારૂપી દ્રહમાં (સરોવરમાં) પડેલા છતાં ડૂબતા નથી પણ લીલા માત્રમાં તેને તરી જાય છે, તેઓને ધન્ય છે, તેઓ સત્પરુષ છે તથા તેઓ જ આ લોકમાં ચિરકાલ જીવંત રહો, જયવંત વર્તો.
વિષયોની આકાંક્ષારૂપ સ્નેહ-જળના પ્રવેશથી રહિત, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી અમૂલ્ય રત્નોથી પૂર્ણ એવી નિજ શુદ્ધાત્મભાવનારૂપ નાવ વડ જેઓ યુવાવસ્થા રૂપી સરોવરને તરી જાય છે તેઓને ધન્ય છે, તેઓ જ સપુરુષ છે. ૧૧૭
मोक्ख जि साहिउ जिणवरहिं छंडिवि बहु-विह रज्जु। भिक्ख-भरोडा जीव तुहुँ करहि ण अप्पउ कज्जु।। ११८ ।। मोक्षः एव साधितः जिनवरैः त्यक्त्वा बहुविधं राज्यम्। भिक्षाभोजन जीव त्वं करोषि न आत्मीयं कार्यम् ।। ११८ ।। મોક્ષ જ સાધ્યો જિનવરે, તજીને બહુવિધ રાજ; ભિક્ષા-ભોગી જીવ તું, કરે ન કયમ નિજ કાજ ? ૧૧૮
અનેક પ્રકારના રાજ્ય-વૈભવને છોડીને જિનવરોએ મોક્ષની સાધના કરી છે. હું જીવ, તું તો ભિક્ષાથી ભોજન કરનાર એવો છતાં પોતાનું કાર્ય કેમ કરતો નથી?
અર્થાત્ રત્નત્રયને યથાર્થપણે પ્રાપ્ત કરીને બાહ્ય અને અત્યંતર પરિગ્રહને તજી દઈ વીતરાગ પરમ સમાધિમાં સ્થિત થઈ સર્વ પ્રકારે સ્વશ્રયરૂપ આત્મકાર્ય સાધવા તત્પર થવું યોગ્ય છે. ૧૧૮
ભગવાનની સમાન કર્મક્ષય કરી મોક્ષે ચાલ્યો જા. એમ શિષ્યને આચાર્ય મહારાજ સંબોધે છે.
पावहि दुक्खु महंतु तुहुँ जिय संसारि भमंतु। अट्ठ वि कम्मइँ णिद्दलिवि वच्चहि मुक्खु महंतु।। ११९ ।। प्राप्नोषि दुःखं महत् त्वं जीव संसारे भ्रमन्। अष्टापि कर्मणि निर्दल्य व्रज मोक्षं महान्तम्।। ११९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com