________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
યોગિન, તજ તું સ્નેહને, સ્નેહ ભલો નહિ થાય;
સ્નેહાસક્ત સકલ જગત, દેખ સહે દુ:ખલાય. ૧૧૫ હે યોગી તું સ્નેહને તજી દે, કારણ સ્નેહ સારો નથી, સ્નેહમાં આસક્ત થયેલું આખું જગત દુઃખને સહન કરે છે એમ તું જો.
રાગાદિ સ્નેહના પ્રતિપક્ષભૂત એવા વીતરાગ પરમાત્માના ધ્યાનમાં લીન થઈને શુદ્ધાત્મતત્ત્વથી વિપરીત જે સ્નેહ છે તેને હું યોગી તું ત્યજી દે. શુદ્ધાત્માની ભાવનાથી રહિત સ્નેહમાં આસક્ત આ જગતને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતાં તું પ્રત્યક્ષપણે જે, માટે એક ભેદ–અભેદ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ સિવાય મિથ્યાત્વાદિમાં તથા તેનાં કારણોમાં સ્નેહ કર્તવ્ય નથી. કહ્યું છે કે
तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित्।
स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे।।
જીવ ત્યાં સુધી સુખી છે કે જ્યાં સુધી તે કોઈ પણ પદાર્થ પ્રત્યે પ્રીતિ કરતો નથી, પણ જ્યાં હૃદય સ્નયુક્ત થયું કે તરત જ જીવ ડગલે ને પગલે દુઃખ પામે છે. ૧૧૫
સ્નેહના દોષને દષ્ટાંત આપીને બતાવે છે.
जल-सिंचणु पय-णिद्दलणु पुणु पुणु पीलण-दुक्खु। जेहहँ लग्गिवि तिल-णियरु जंति सहंतउ पिक्खु ।।११६ ।। जलसिञ्चनं पादनिर्दलनं पुनः पुनः पीडनदुःखम्। स्नेहं लगित्वा तिलनिकरं यन्त्रेण सहमानं पश्य।। ११६ ।। જલ સિંચે પગથી ખૂદે, ફરી ફરી જો પિલાય; સ્નેહ-
સ્નિગ્ધ તલ ઘાણીમાં, યંત્રે દુઃખી થાય. ૧૧૬ તલના સમૂહમાં સ્નેહ-સ્નિગ્ધતા, ચીકાશ ગુણ છે તેને લીધે તેને જળ-સિંચન, પાદ-નિર્મલન તથા યંત્ર-પીડનાદિ દુઃખ ફરી ફરી સહન કરવા પડે છે એમ તું જો.
જેમ સ્નેહ (ચીકાશ)ને લીધે તલ ઘાણીમાં પીલવામાં આવે છે, તેમ જે જીવો પંચેન્દ્રિયના વિષયોમાં સ્નેહ આસક્ત છે, મોહિત છે, તે નાશ પામે છે. એમાં કોઈ પ્રકારની શંકા નથી. મિથ્યામાર્ગની રુચિવાળા જીવો પંચેન્દ્રિયના ભોગોમાં સ્નેહ રાખીને નરકાદિ ગતિઓમાં યંત્ર-પીડન, વિદારણ આદિ અનેક કષ્ટ પામે છે. ૧૧૬
ते चिय धण्णा ते चिय सप्पुरिसा ते जियंतु जिय-लोए। वोद्दह दहम्मि पडिया तरंति जे चेव लीलाए।।११७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com