________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૯ શું પણ મોક્ષનો માર્ગ પણ મળતો નથી. તે ચિંતાથી તો આત્માને માત્ર અશુભ કર્મ બંધાય છે, અને તેથી ભવભ્રમણ થયા કરે છે, માટે તપનો આશ્રય કર કે જેથી તેને મોક્ષસુખની પ્રાપ્તિ થાય. સર્વ પરદ્રવ્યની ઇચ્છાને રોકી વીતરાગ પરમાનંદરૂપ પરમાત્મામાં સ્થિર થઈ પરિવારાદિની મમતા તજી એક કેવલ શુદ્ધ આત્મસ્વરૂપની ભાવના કર્તવ્ય છે. એ આત્મ-ભાવના સિવાય અન્ય કંઈ પણ ઉપાદેય નથી. ૧૨૪
જીવહિંસાના દોષ કહે છે.
मारिवि जीवहँ लक्खडा जं जिय पाउ करीसि। पुत्त-कलत्तहँ कारण तं तुहुँ एक्कु सहीसि।।१२५ ।। मारयित्वा जीवानां लक्षाणि यत् जीव पापं करिष्यसि। पुत्रकलत्राणां कारणेन तत् त्वं एकः सहिष्यसे।। १२५ ।। લાખો જીવને મારીને, જીવ, જે પાપ કરીશ;
સ્ત્રી પુત્રાદિ કારણે, એકલ તે તું સહીશ. ૧૨૫ લાખો પ્રાણીઓને મારીને જીવ સ્ત્રી-પુત્રાદિને કારણે તું જે પાપ કરે છે તેનું ફળ તું નરકાદિ ગતિમાં એકલો ભોગવીશ.
નિશ્ચયથી રાગાદિના અભાવને અહિંસા કહે છે. આ અહિંસા શુદ્ધ ચૈતન્યપ્રાણને રક્ષનારી છે. રાગાદિની ઉત્પત્તિ નિશ્ચય હિંસા છે, કારણ કે તેથી શુદ્ધ પ્રાણો (જ્ઞાન-દર્શનાદિ) નો ઘાત થાય છે, એમ જાણી રાગાદિ પરિણામરૂપ નિશ્ચય હિંસા ત્યાજ્ય છે. નિશ્ચય હિંસા-અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે
रागादीणमणुप्पा अहिंसगत्तेति देसिदं समए।
तेसिं चेवुप्पत्ती हिंसेति जिणेहिं णिद्दिटुं।। રાગાદિ ભાવોના અભાવને આગમમાં અહિંસા કહી છે અને એ રાગાદિ પરિણામોની ઉત્પત્તિ થવી તે નિશ્ચય હિંસા છે એમ ભગવાને કહ્યું છે.
હે જીવ, તું પુત્રાદિ પરિવારને માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય તથા કુશીલ આદિ અનેક પ્રકારનાં પાપો આચરે છે, અને અંતરંગમાં રાગાદિ રહિત એવા જ્ઞાનાદિ શુદ્ધ ચૈતન્યપ્રાણોનો ઘાત કરે છે. એમ પોતાના જ્ઞાન દર્શનાદિ ભાવપ્રાણોને રાગાદિ વડે મલિન કરે છે અને બાહ્યમાં અનેક પ્રાણીઓની હિંસા કરીને અશુભ કર્મ ઉપાર્જન કરે છે. આ બધાનું ફળ નરકાદિ ગતિઓમાં તારે એકલાને ભોગવવું પડશે. એ પરિજનો તારા દુ:ખમાં ભાગ પડાવશે નહિ. તારે એકલાને જ એ દુ:ખ સહન કરવું પડશે.
ભગવાન વીતરાગના શાસનમાં હિંસા બે પ્રકારની કર્યું છે. એક આત્મઘાતરૂપ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com