________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૮
કરનાર શત્રુરૂપ છે અને સંસારનું કારણ છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન ભાવના જ આત્મસાધક હોવાથી સર્વોત્કૃષ્ટ છે. માટે આત્મભાવના જ નિરંતર ભાવવા યોગ્ય છે. ૧૨૨
जीव म जाणहि अप्पणउँ घरु परियणु तणु इट्ठ। कम्मायत्तउ कारिमउ आगमि जोइहिं दिट्टु । । १२३ ।।
जीव मा जानीहि आत्मीयं गृहं परिजनं तनुः इष्टम् । कर्मायत्तं कृत्रिमं आगमे योगिभिः રૃટમ્।।oરર્।। ઘર પરિજન તન ઇષ્ટ સૌ, જીવ, સ્વકીય ન માન; કૃત્રિમ કર્માધીન એ, કહ્યાં આગમે જાણ. ૧૨૩
હૈ જીવ, તું ગૃહ, પરિવાર, શરીર તથા મિત્ર આદિને પોતાનાં ન માન, કારણ કે બધા સંબંધો કર્માધીન તથા વિનાશી છે એમ આગમ(શાસ્ત્ર )માં યોગીઓએ જોયેલું છે.
ગૃહ આદિ પદાર્થો શુદ્ધ ચેતન સ્વભાવવાળા, અમૂર્તિક પોતાના આત્માથી ભિન્ન એવા શુભ-અશુભ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એ જગતના પદાર્થોની પ્રાપ્તિ કર્યાધીન છે, વળી એ પદાર્થો વિનાશી હોવાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યથી તે વિપરીત છે. શુદ્ધાત્મદ્રવ્યનો કોઈ કર્તા નથી માટે તે પોતાનો આત્મા અકૃત્રિમ છે, અનાદિસિદ્ધ છે તથા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો છે. અને દેહાદિ પદાર્થો પોતાના આત્માથી જુદા છે, એમ ૫૨માગમમાં યોગીઓએ જોયેલું છે, માટે સર્વ પદાર્થોને અનિત્ય જાણીને નિત્ય એવા સ્વશુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિત થઈને ગૃહાદિ પરદ્રવ્યમાં મમતા તજી દેવા યોગ્ય છે. ૧૨૩
मुक्खु ण पावहि जीव तुहुँ घरु परियणु चिंतंतु । तो वरि चिंतहि तउ जि तउ पावहि मोक्खु महंतु ।। १२४ ।।
मोक्षं न प्राप्नोषि जीव त्वं गृहं परिजनं चिन्तयन् । તત: વર ચિન્તય તપ: વ તપ: પ્રાપ્નોષિ મોક્ષ મહાન્તમ્।। ૧૨૪।।
ગૃહ પરિજન ચિંતન કર્યો, મોક્ષ કદી નહિ થાય; ચિંતવ ૧૨ તપ જેથી એ મુક્તિ શ્રેષ્ઠ પમાય. ૧૨૪
હૈ જીવ, તું ગૃહ, પરિવાર આદિની ચિંતા કરવાથી તો કદી મોક્ષ પામવાનો નથી, માટે એક ઉત્તમ તપનું જ ચિંતવન કર, કે જે તપ વડે તું ઉત્તમ મોક્ષ પામીશ.
ગૃહાદિ ૫૨વસ્તુઓની ચિંતાથી તો મોક્ષ મળતો નથી. અરે! મોક્ષ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com