________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
હે જીવ, ભમતાં ભવ વિષે દુઃખ સહે તું મહાન;
આઠ કર્મો ક્ષય કરી, શીધ્ર પામ નિર્વાણ. ૧૧૯ હે જીવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ રૂપ પાંચ પ્રકારના પરાવર્તનસ્વરૂપ સંસારમાં ભ્રમણ કરતા આગામી કાલમાં તું અપાર દુઃખ પામીશ, તેથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો વિધ્વંસ કરીને સર્વમાં શ્રેષ્ઠ એવો જે મોક્ષ ત્યાં જઈ વિરાજમાન થા કે જેથી જરા પણ દુઃખ સહન કરવાનું રહે નહિ.
શુદ્ધ સહજાત્માની પ્રાપ્તિના બળથી રાગાદિ દોષોનો નાશ કરીને તું મોક્ષપદ પ્રાપ્ત કરી લે, નહિ તો પાંચ પરાવર્તનરૂપ સંસારમાં ભમી ભમીને અનંત કાળ સુધી અપાર દુઃખ પામીશ. સ્વાસ્મોપલબ્ધિરૂપ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ લક્ષણવાળો મોક્ષ છે, અર્થાત્ શુદ્ધાત્માની પ્રાપ્તિને મોક્ષ કહે છે. તે અવસ્થામાં આત્માના સર્વે ગુણો સંપૂર્ણપણે-પ્રગટપણે પ્રકાશે છે. ૧૧૯
જો તું અલ્પ પણ દુઃખ સહન કરવામાં અસમર્થ છે તો પછી એવાં કર્મ શા માટે કરે છે કે જેથી દુ:ખ જ ઉદયમાં આવે છે.
जिय अणु-मित्तु वि दुक्खडा सहण ण सक्कहि जोइ। चउ गइ-दुक्खहँ कारणइँ कम्मइँ कुणहि किं तोइ।। १२०।। जीव अणुमात्राण्यपि दुःखानि सोढुं न शक्नोषि पश्य। चतुर्गतिदुःखानां कारणानि कर्माणि करोषि किं तथापि।। १२० ।। અણુમાત્ર પણ દુઃખ તું, જો, સહવા ન સમર્થ; હેતુ ચતુર્ગતિ-દુ:ખનાં, કર્મ કરે કયમ વ્યર્થ? ૧૨૦
હે આત્મા, તું અણુમાત્ર (થોડું) પણ દુઃખ સહન કરવાનો સમર્થ નથી તો પછી જો તો ખરો કે ચાર ગતિનાં દુઃખનાં કારણરૂપ એવાં કર્મોને શા માટે કરે છે?
આત્મા, જો તને દુઃખ ગમતું નથી તો પછી પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન જે તાત્ત્વિક (યથાર્થ) વીતરાગ નિત્યાનંદ પરમ સ્વભાવ તેથી ભિન્ન એવાં નરકાદિ ગતિનાં દુઃખનાં કારણભૂત કર્મો (પાપ કર્મો) તું વિચાર કર્યા વગર શા માટે કર્યા કરે છે? અર્થાત્ જ્યારે તને દુ:ખ ગમતાં નથી તો દુ:ખનાં કારણરૂપ એવા કર્મો શા માટે આચરે છે? એ કર્મનો નાશ થવાથી દુ:ખનો નાશ થાય છે. માટે રાગાદિ વિકલ્પજાળથી રહિત થઈને નિજ શુદ્ધ સહજાત્માની ભાવના કરવી કે જેથી કર્મમુક્ત થઈ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. ૧૨૦
બાહ્ય પરિગ્રહમાં આસક્ત થયેલા જીવો એક ક્ષણ પણ આત્મા સંબંધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com