________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭
વિચાર કરતા નથી.
धंधइ पडियउ सयलु जगु कम्मइँ करइ अयाणु। मोक्खहँ कारणु एक्कु खणु णवि चिंतइ अप्पाणु।। १२१।। धान्धे (?) पतितं सकलं जगत् कर्माणि करोति अज्ञानि। मोक्षस्य कारणं एक क्षणं नैव चिन्तयति आत्मानम्।। १२१ ।। કર્મ કરે જગ અજ્ઞ સહુ, પડયું ધાંધલમાં છેક;
મોક્ષ હેતુ નિજ આતમા, ને ચિંતવે ક્ષણ એક. ૧૨૧
અનેક જાતના ધંધામાં આસક્ત થયેલું આ જગત, અજ્ઞાની થઈને જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મો કર્યા કરે છે, પણ મોક્ષનું કારણ એવો જે શુદ્ધસહજાત્મા તેનો એક ક્ષણ પણ કોઈ વિચાર કે ચિંતવન કરતું નથી.
- સમસ્ત વિશ્વ મિથ્યાત્વ, વિષય, કષાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલ આર્ત તથા રૌદ્ર ધ્યાનમાં આસક્ત થઈ રહ્યું છે. શુદ્ધાત્માની ભાવનાથી વિમુખ હોવાને લીધે સૌ મૂઢ પ્રાણીઓ અનેક જાતનાં કર્મો કર્યા જ કરે છે, પરંતુ ભેદ-જ્ઞાન રહિત એવા એ સૌ અનંતજ્ઞાન આદિ સ્વરૂપ મોક્ષના કારણરૂપ એવા વીતરાગ પરમાનંદ રસાસ્વાદમાં નિમગ્ન નિજ શુદ્ધાત્માનો એક ક્ષણ પણ વિચાર કરી શકતા નથી. ૧૨૧
जोणि-लक्खइं परिभमइ अप्पा दुक्खु सहंतु। पुत्त-कलत्तहिं मोहियउ जाव ण णाणु महंतु।।१२२ ।। योनिलक्षाणि परिभ्रमति आत्मा दुःखं सहमानः। पुत्रकलत्रैः मोहितः यावन्न ज्ञानं महत्।। १२२।। ભમતો લખ ચોરાશીમાં, આત્મા દુઃખ સહંત; પુત્ર કલત્રે મોહિયે, જ્ઞાન વિના નહિ અંત. ૧૨૨
જ્યાં સુધી આ જીવને સ્વસંવેદનરૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી-પુત્રાદિમાં મોહ પામીને અનેક કષ્ટોને સહન કરતો ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
શુદ્ધ સહજ આત્માની ભાવનામાં વિધ્ર કરનારા એવા પુત્ર, મિત્ર, સ્ત્રી, આદિ પદાર્થોમાં જ્યાં સુધી આત્માનો મોહ છે; મારાપણાની ભાવના છે, ત્યાં સુધી તેને ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે માટે પરપદાર્થોની મમતા તજીને એક શુદ્ધ આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ. પુત્રકલત્રાદિ ભાવના પરમાત્મભાવનાથી વિરુદ્ધ છે, આત્મભાવનામાં વિધ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com