________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
રાગાદિ અશુદ્ધ ભાવોના સંબંધથી મલિન થઈ જાય છે. જેમ અગ્નિ લોખંડની સંગતિથી ઘણનો માર સહુન કરે છે તેમ જ દુષ્ટોની સંગતિથી સજ્જનોને પણ દુઃખો આવી પડે છે એમ જાણી નિદાન બંધાદિ ખોટાં પરિણામરૂપી દુષ્ટોની સંગતિ ન કરવી અર્થાત્ પોતાનાં પરિણામ ન બગાડવાં અને રાગી-દ્વેષી જીવોની સંગતિથી બચતા રહેવું, કારણ કે દુષ્ટ જીવોના સંગથી આત્મામાં કષાયભાવ થાય છે અને તેથી જીવ કર્મબંધ કરી આ અપાર સંસારવનમાં પરિભ્રમણ કરે છે. ૧૧૦ મોહ છોડવાને કહે છે
जोइय मोह परिच्चयहि मोह ण भल्लउ होइ। मोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ।।१११।। योगिन् मोहं परित्यज, मोहो न भद्रो भवति। मोहासक्तं सकलं जगद् दुःखं सहमानं पश्य।। १११ ।। યોગિન ત્યજ તું મોહને, મોહ ભદ્રરૂપ નાંહિ;
મોહાસક્ત બધું જગત, દુઃખ સહે જો આંહિ. ૧૧૧
હે યોગી, તું મોહને છોડી દે, કારણ કે મોહ કાંઈ સારો નથી, મોહથી આસક્ત આ સર્વ જીવલોકને અનેક જાતનાં દુઃખ ભોગવતા તું જા.
આકુળતા તે દુ:ખ છે અને તેનું મૂળ મોહ છે, એટલે મોહને લીધે આકુળ-વ્યાકુળ પરિણામ થાય છે. આખું જગત મોહાધીન થઈને દુઃખી થઈ રહ્યું છે. એમ હે શિષ્ય, તું જો. પરમાત્મભાવનાના પ્રતિપક્ષી તે મોહ, દર્શનમોહ તથા ચારિત્રમોહના ભેદથી બે પ્રકારે છે, એ મોહુ આત્મભાવનામાં બાધક છે. બાહ્યમાં સ્ત્રી-પુત્રાદિનો મોહ અવશ્ય તજવાયોગ્ય જ છે તથા અત્યંતરમાં વાસનાના વશથી વસ્તુઓના સ્મરણારૂપ મોહ પણ ત્યાજ્ય છે. એમ મોહને તજીને આત્મામાં આત્મભાવના કરવી જોઈએ, એ શુદ્ધાત્મભાવના રૂપ તપશ્ચરણ છે; તે તપનું સાધન આ શરીર છે તેથી શરીરને અર્થે જે આહારાદિ લેવામાં આવે છે તે પ્રત્યે પણ મમતા ન કરવી. ૧૧૧
રસવાળા પદાર્થોની પણ ઇચ્છા ન કરવી
काऊण णग्गरूवं बीभस्सं दड़ढ-मडय-सारिच्छं। अहिलससि किंण लज्जसि भिक्खाए भोयणं मिट्ठ ।। १११-२ कृत्वा नग्नरूपं बीभत्सं दग्धमृतकसदृशम्। अभिलषसि किं न लज्जसे भिक्षायां भोजनं मिष्टम्।। १११-२
Please inform us of any errors on rajesh@AtmaDharma.com