________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પણ આ લોકમાં જ છે. તે જીવો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી શક્તિની અપેક્ષાએ કેવલજ્ઞાનાદિ ગુણરૂપ છે. જીવોમાં જે અનેક પ્રકારની ભિન્નતા દેખાય છે તે સર્વ કર્મકૃત છે એટલે કર્મના ઉદયને લીધે અનેક અવસ્થાઓમાં જીવ જુદા જુદા આકારે જણાય છે તોપણ નિશ્ચયનયથી શક્તિરૂપે તે જીવ પરમબ્રહ્મ સ્વરૂપ કહેવાય છે, પરમવિષ્ણુ કહેવાય છે તથા પરમશિવ પણ એને જ કહે છે. આ કારણથી કોઈ જગતને બ્રહ્મમય કહે છે, વિષ્ણમય કહે છે તથા શિવમય કહે છે.
આ કથન સાંભળીને કોઈ પ્રશ્ન કરે છે કે જ્યારે તમે જગતને બ્રહ્મમય, વિષ્ણમય માનો છો તો અન્યમતવાળાઓને શા માટે દોષ આપો છો? તેનું સમાધાન-જો તેઓ પૂર્વોક્ત નય વિભાગને સમજીને વીતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી યથાર્થપણે માનતા હોય તો કોઈ દોષ નથી. જગતમાં વ્યાપનાર કોઈ એક બ્રહ્માદિ પુરુષ છે, તે જગતનો કર્તા છે ઇત્યાદિ માનતા અનેક વિરોધો આવે છે, તે અત્રે જણાવવાની જરૂર જણાતી નથી, કારણ કે આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તેનો વિસ્તાર અહીં કરતા નથી, પરંતુ ન્યાયગ્રંથોમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તેથી જિજ્ઞાસુઓએ શ્લોકવાર્તિક, પ્રમેયકમલમાર્તડ આદિ ન્યાયગ્રંથોથી તેનો વિસ્તાર જાણી લેવો. ૧૦૭
परु जाणंतु वि परम-मुणि पर-संसग्गु चयंति। पर-संगइँ परमप्पयहँ लक्खहँ जेण चलंति।।१०८।। परं जानन्तोऽपि परममुनयः परसंसर्गं त्यजन्ति। परसंगेन परमात्मनः लक्ष्यस्य येन चलन्ति।। १०८ ।। પરમ મુનિ પર જાણતા, છતાં તજે પરસંગ;
લક્ષ ચૂકે પરમાત્માનો, જો પરસંગ-પ્રસંગ. ૧૦૮
પરમમુનિઓ સર્વોત્કૃષ્ટ આત્મદ્રવ્યને જાણીને પરદ્રવ્યના સંસર્ગને છોડી દે છે, કારણ કે પરવસ્તુઓના સંબંધથી આત્મા ચલાયમાન થાય છે.
શુદ્ધોપયોગી મામુનિઓ વીતરાગ સ્વસંવેદના જ્ઞાનમાં લીન થઈને પદ્રવ્યનો સંબંધ છોડી દે છે. અંતરંગમાં રાગાદિવિકાર તથા બહારમાં શરીર આદિ પદાર્થો પરદ્રવ્ય કહેવાય છે. જ્ઞાનીઓ પર પદાર્થનો સંગ તજે છે, તેમ જ રાગીદ્વષી તથા મોહી જીવોનો પણ સંગ તજ છે. પરમાત્મધ્યાનનાં ઘાતક જે મિથ્યાત્વાદિ અશુદ્ધ પરિણામ છે તે તથા રાગદ્વેષરૂપે પરિણમેલા જે પુરુષો છે તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ. કારણકે પરસંગથી આત્મામાં વિકારપરિણતિ ઊભી થાય છે અને તેથી આત્માને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. ૧૦૮ પદ્રવ્યના ત્યાગને જ કહે છે.
जो समभावहँ बाहिरउ तिं सहु मं करि संगु। चिंता-सायरि पडहि पर अण्णु वि डज्झइ अंगु।। १०९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com