________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯
यः समभावाद् बाह्यः तेन सह मा कुरु संगम्। चिन्तासागरे पतसि परं अन्यदपि दह्यते अङ्गः।। १०९ ।। જે સમભાવથી બાહ્ય છે, કર તેનો નહિ સંગ;
પડીશ ચિંતાસાગરે, વળી બળશે નિજ અંગ. ૧૦૯ હે જીવ, જે કોઈ સમભાવથી બાહ્ય છે તેની સાથે તે પરિચય ન કર, કારણ કે તેના સંગથી તું કેવળ ચિંતારૂપી સાગરમાં પડે છે અને વળી તારું શરીર પણ બળે છે અર્થાત તું અંતરંગમાં બળતો રહે છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવી નિજ શુદ્ધ સહજાત્મ દ્રવ્યની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અનુભવરૂપ આત્મરમણતા, શુદ્ધ આત્મભાવ જ્યાં છે ત્યાં જીવિત, મરણ, લાભ, અલાભ આદિ સર્વ પ્રત્યે સમભાવ વર્તે છે. આવી આત્માનંદયુક્ત સમદશા, વીતરાગ દશાને વિધ્વરૂપ જે જે અન્ય અંતરંગ બહિરંગ સંગ છે, તેને હે જીવ તું તજી દે. કારણકે તે સંગ-પ્રસંગથી તું ચિંતારૂપી સાગરમાં પડીશ, એ ચિંતા-સમુદ્રમાં રાગદ્વેષરૂપ મોટાં મોજાં નિરંતર ઉછળી રહ્યાં છે
ત્યાં અંતરદાહરૂપ વડવાનલથી તારું અંગ બળવા માંડશે અને તે દુ:ખી દુ:ખી થઈ જઈશ. માટે આભરમણતા રૂપ સમતા સરોવરમાં નિમગ્ન નિજાનંદને નિરંતર માણવા ઇચ્છતો તું તેમાં વિનરૂપ સર્વ અન્યભાવો અને અન્ય સંગપ્રસંગોને ત્વરાથી ત્યાગી દે.
વીતરાગ નિર્વિકલ્પ સમાધિની ભાવનાના વિરોધી એવા રાગાદિ પોતાનાં પરિણામ જ નિશ્ચયથી “પર' કહેવાય છે અને વ્યવહારથી મિથ્યાત્વ રાગાદિ ભાવમાં પરિણમેલા પુરુષો પર કહેવાય છે. ૧૦૯
भल्लाहँ वि णासंति गुण जहँ संसग्ग खलेहिं वइसाणरु लोहहँ मिलिउ तें पिट्टियउ घणेहिं।। ११०।। भद्राणामपि नश्यन्ति गुणाः येषां संसर्गः खलैः। वैश्वानरो लोहेन मिलितः तेन पिठ्यते घनैः।। ११०।। દર્જન સંગે વિણસતા, ગુણો ભદ્ર જનનાય;
લોહલંગથી અગ્નિ જો, ઘણથી જેમ ટિપાય. ૧૧૦ દુષ્ટ પુરુષોની સાથે જેઓનો સંગ છે તે વિવેકી જીવોના પણ સત્ય, શીલાદિ ઉત્તમ ગુણો નાશ પામે છે. લોઢાના સંસર્ગથી જેમ અગ્નિ ઘણ વડે ટિપાય છે તેમ.
મિથ્યાષ્ટિ, રાગદ્વેષી આદિ અવિવેકી જીવોની સંગતિથી વિવેકી જીવોના શીલાદિ ગુણો પણ નાશ પામે છે; અથવા આત્માના સ્વાભાવિક ગુણો મિથ્યાત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com