________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ જે જીવોમાં શત્રુ-મિત્ર આદિનો ભેદ કરતો નથી તે નિશ્ચયથી જીવનાં લક્ષણ જાણે છે
सत्तु वि मित्तु वि अप्पु परु जीव असेसु वि एइ। एक्कु करे विणु जो मुणइ सो अप्पा जाणेइ।।१०४ ।। शत्रुरपि मित्रमपि आत्मा पर: जीवा अशेषा अपि एते। एकत्वं कृत्वा यो मनुते स आत्मानं जानाति।।१०४ ।। શત્રુ મિત્ર કે સ્વકીય પર, જે આ જીવ સમસ્ત;
એક ગણી સૌ સમ જુએ, તે જાણે નિજતત્ત્વ. ૧૦૪
આ બધાં પ્રાણીઓ છે તેમાંથી કોઈક કોઈનો શત્રુ પણ છે તથા કોઈ કોઈનો મિત્ર પણ છે. આ પોતાનો છે. આ પારકાનો છે એમ વ્યવહારથી જાણીને જે જ્ઞાની એક દષ્ટિ રાખીને નિશ્ચયથી સર્વને સમાન જુએ છે, માને છે, તે જ આત્માને જાણે છે.
શત્રુ, મિત્ર, જીવન-મરણ, લાભ-અલાભ આદિ સર્વ દ્વન્દ્રોમાં સમભાવરૂપ જે વીતરાગ પરમ સામાયિક ચારિત્ર તેના પ્રભાવથી જીવોને જે શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સમાન જાણે છે તે સ્વસ્વરૂપને જાણે છે. તે સ્વસ્વરૂપ વીતરાગ સહજાનંદરૂપ તથા શત્રુ-મિત્ર આદિની કલ્પનાથી રહિત છે. ૧૦૪
जो णवि मण्णइ जीव जिय सयल वि एक्क-सहाव। तासु ण थक्कइ भाउ समु भव-सायरि जो णाव।।१०५।। यो नैव मन्यते जीवान जीव सकलानपि एकस्वभावान्। તસ્ય તિતિ ભાવ: સમ: મવસT Tરે ય: નૌ: /૨૦IT એક-સ્વભાવી જીવ સૌ, માને એમ ન જે;
સમભાવ ન તેને રહે, ભવાબ્ધિ નૌકા જેહ. ૧૦૫
હે જીવ, સર્વ જીવોને એક સ્વભાવવાળા જે માનતા નથી તે અજ્ઞાની જીવને સમભાવ નથી કે જે સમભાવ સંસારરૂપ સમુદ્ર તરવામાં નાવ સમાન છે.
નિશ્ચયથી સર્વ પ્રાણીઓ સમાન છે એમ જેને શ્રદ્ધા નથી તેને સમભાવ ઉત્પન્ન થતો નથી. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં વિરાજતા યોગીઓ પ્રાણીઓને સમભાવે જુએ છે; જે સમભાવ અપાર સંસાર સમુદ્રને ઉલંઘવામાં નાવ સમાન છે. માટે રાગ-દ્વેષનો ત્યાગ કરીને પરમ ઉપશમ સ્વભાવવાળા શુદ્ધ સહુજાત્મામાં સ્થિતિ કરવી જોઈએ. ૧૦૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com