________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
देह-विभेयइँ जो कुणइ जीवहँ भेउ विचित्तु। सो णवि लक्खणु मुणइ तहँ दंसणु णाणु चरित्तु।। १०२।। देहविभेदेन यः करोति जीवानां भेदं विचित्रम्। स नैव लक्षणं मनुते तेषाम् दर्शनं ज्ञानं चारित्रम्।। १०२ ।। દેહ-ભેદથી જે કરે, જીવનો ભેદ વિચિત્ર.
જીવ-લક્ષણ જાણે ન તે, દર્શન જ્ઞાન ચરિત્ર. ૧૦૨ શરીરના ભેદથી જે જીવોના અનેક પ્રકારના ભેદો કરે છે તે જીવોનાં જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ જે લક્ષણ છે તેને જાણતા નથી.
પોતાનાં ઉપાર્જન કરેલાં કર્મના ઉદય વડે જીવો જુદા જુદા શરીરોમાં દર્શન દે છે. કોઈ જીવ મનુષ્ય છે, કોઈ પશુ છે, કોઈ દેવ છે તેમ જ કોઈ નરક અવસ્થા ભોગવે છે; તોપણ સર્વ જીવોમાં ઉપયોગગુણની મુખ્યતા છે તેથી બધા જીવો સરખા છે. જ્ઞાનીઓ નિશ્ચયથી સર્વને સમાન લેખે છે. નિશ્ચયનયથી જ્ઞાનદર્શન તથા ચારિત્ર જીવનું લક્ષણ છે એમ જાણી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાંડાલ આદિ દેહના ભેદને જોઈને રાગ-દ્વેષ કર્તવ્ય નથી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ, અદ્વેષભાવ કરવો એ જ તાત્પર્ય છે. ૧૦૨
अंगइँ सुहमइँ बादरइँ विहि-वसिं होति जे बाल। जिय पुणु सयल वि तित्तडा सव्वत्थ वि सयकाल।। १०३ ।। अङ्गानि सूक्ष्माणि बादराणि विधिवशेन भवन्ति ये बालाः। जीवाः पुनः सकला अपि तावन्तः सर्वत्रापि सर्वकाले।। १०३।। વિધિવશ સૂક્ષ્મ સ્થૂલ તન, બાળ આદિ પર્યાય; પણ જીવ છે તે તેવડા, સૌ સર્વત્ર સદાય. ૧૦૩
સૂક્ષ્મ અને બાદર શરીર તથા બાળ-વૃદ્ધાદિ જે અવસ્થાઓ છે તે સર્વ કર્મના ઉદયથી થાય છે અને જીવો તો સર્વ અવસ્થાઓમાં સર્વ જગાએ અને સર્વ કાળે અસંખ્યાત પ્રદેશી અને જ્ઞાનદર્શનવાળા છે.
શુદ્ધાત્મભાવનાના અભાવમાં સંચય કરેલાં શુભાશુભ કર્મથી આ આત્માની અનેક અવસ્થાઓ થાય છે. તે બધી અવસ્થાઓ કર્મજનિત છે, આત્માની નથી. જીવ દ્રવ્ય પ્રમાણથી અનંત છે, ક્ષેત્રની અપેક્ષાએ લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે તથા વ્યવહારથી સ્વદેહ પ્રમાણ છે. સર્વત્ર તથા સર્વકાળે જીવનું આ સ્વરૂપ છે. બાદર સુક્ષ્માદિ ભેદો પણ કર્યજનિત છે એમ માની જીવોમાં ભેદ ન કર. નિશ્ચયથી સર્વ જીવો જ્ઞાન-દર્શનવાળા છે. ૧૦૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com