________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
राग-द्वेषौ द्वौ परिहृत्य ये समान् जीवान् पश्यन्ति। ते समभावे प्रतिष्ठिताः लघु निर्वाणं लभन्ते।।१०० ।। રાગદ્વેષ દ્વય પરિહરિ, સૌ જીવ જુવે સમાન;
સમભાવે પ્રતિષ્ઠિત તે, શીધ્ર લહે નિર્વાણ. ૧૦૦
રાગ અને દ્વેષ એ બન્નેને તજીને જે સર્વ જીવોને સમાન જાણે છે તે સમભાવમાં વિરાજમાન સાધુ તેથી તરત જ મોક્ષને પામે છે.
વીતરાગ ચિદાનંદરૂપ જે પોતાનું શુદ્ધ સહજાભદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ જે રાગદ્વેષ તેને તજીને જે મહાપુરુષ કેવલજ્ઞાન દર્શન લક્ષણે કરી સર્વ જીવોને સમાન ગણે છે તે પુરુષ જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ આદિ દ્વન્દ્રોમાં સમાનભાવ, સમતાભાવે સ્થિર રહે છે, તેથી અત્યંત અદભુત અચિંત્ય કેવલજ્ઞાનાદિ અનંત ગુણના ધામરૂપ મોક્ષપદને શીધ્ર પામે છે. આ પરમાર્થને જાણીને રાગ-દ્વેષને તજીને શુદ્ધ સહજાત્માના અનુભવરૂપ જે સમભાવ તેનું સદાય સેવન કરવા યોગ્ય છે. ૧૦૦
જ્ઞાનદર્શન વિનાનો કોઈ જીવ નથી
जीवहँ दंसणु णाणु जिय लक्खणु जाणइ जो जि। देह-विभेएँ भेउ तहँ णाणि कि मण्णइ सो जि।। १०१।। जीवानां दर्शनं ज्ञानं जीव लक्षणं जानाति य एव। देह-विभेदेन भेदं तेषां ज्ञानी किं मन्यते तमेव।। १०१।। જીવનું દર્શન જ્ઞાન, જીવ, લક્ષણ જાણે એમ;
દેહ-ભેદથી ભેદ તો, જ્ઞાની માને કેમ? ૧૦૧
હે જીવ, જ્ઞાન-દર્શન પ્રત્યેક જીવનું લક્ષણ છે એમ જે જાણે છે તે જ્ઞાની દેહના ભેદથી શું તે જીવોમાં ભેદ માનશે? અર્થાત્ કદી નહિ માને.
જે જ્ઞાની જીવનાં લક્ષણોને યથાર્થ જાણે છે તે દેહના ભેદથી જીવમાં ભેદ માનતા નથી. દેહ-ભેદ હોવા છતાં ગુણની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે. અર્થાત જીવ જાતિએ એકસરખા છે. બ્રહ્માદ્વૈતવાદી અનેક જીવોને માનતા નથી પણ એક જ જીવને માને છે, તે વાત યુક્તિથી માનતાં બંધબેસતી નથી. એક જ જીવ માનવામાં અનેક દોષ આવે છે, જો એક જ જીવ હોય તો એકના સુખથી સર્વને સુખી થવાનો પ્રસંગ આવે; અથવા એકની મુક્તિથી બીજા સર્વની મુક્તિ થવી જોઈએ પણ એમ દેખાતું નથી માટે એક જ આત્મા માનતાં વિરોધ આવે છે. ૧૦૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com