________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨ વ્યવહારથી લોકાલોક પ્રકાશક અને નિશ્ચયથી નિજ શુદ્ધાત્મ દ્રવ્યને ગ્રહણ કરનાર જે કેવલજ્ઞાન તે જોકે વ્યવહારનયથી કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરણ પામેલું છે; તોપણ શુદ્ધનિશ્ચયનયથી પ્રત્યેક જીવ તે કેવલજ્ઞાનની શક્તિવાળો છે, અને કર્મનો અભાવ થવાથી એ કેવલજ્ઞાન પ્રગટે છે. અર્થાત્ જીવમાત્ર કેવલજ્ઞાનની શક્તિવાળો છે. પરમાત્માને તે કેવલજ્ઞાન પ્રગટ છે અને સંસારી જીવોમાં શક્તિરૂપે છે. વ્યવહારનયથી જીવ જન્મ-મરણ સહિત છે, તોપણ નિશ્ચયથી જન્મ-મરણ વિનાનો છે. કર્મને લીધે જન્મમરણ છે, તેના અભાવમાં સર્વ જીવો જન્મમરણ રહિત જ છે. સર્વ અવસ્થામાં આત્મા અસંખ્યાત પ્રદેશી છે. તે સંકોચ-
વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ આત્માઓ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ ગુણોની અપેક્ષાએ એક-સરખા સ્વભાવવાળા છે, તેથી પણ તેઓ એક કહેવાય છે. એમ શુદ્ધ સહજ આત્માનું સ્વરૂપ જાણી તેનું નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. ૯૭
જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન છે એમ કહે છે
जीवहँ लक्खणु जिणवरहि भासिउ दंसण-णाणु। तेण ण किज्जइ भेउ तहँ जइ मणि जाउ विहाणु।। ९८ ।। जीवानां लक्षणं जिनवरैः भाषितं दर्शनं ज्ञानम। तेन न क्रियते भेदः तेषां यदि मनासि जातो विभातः।। ९८ ।। જીવનું લક્ષણ જિનવરે, ભાખ્યું દર્શન જ્ઞાન;
તેથી ન ભેદ કરાય ત્યાં, જો મન પ્રગટયો ભાણ. ૯૮
જીવોનું લક્ષણ જ્ઞાનદર્શન છે એમ શ્રી જિનવર દેવે કહ્યું છે, તેથી જો તારા મનમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો હોય તો તું તે જીવોમાં ભેદ ન પાડ, પણ સર્વને સમાન જાણ.
જોકે વ્યવહારનયથી સંસાર-અવસ્થામાં મત્યાદિજ્ઞાન તથા ચક્ષુ આદિ દર્શન જીવનું લક્ષણ છે તોપણ નિશ્ચયથી કેવલજ્ઞાન અને કેવલદર્શન જીવનું લક્ષણ છે એમ જિનવરદેવે કહ્યું છે. વ્યવહારથી દેહ-ભેદ હોવા છતાં કેવલજ્ઞાન કેવલદર્શનારૂપ નિશ્ચય લક્ષણથી ભેદ નથી; એ અપેક્ષાએ સર્વ જીવો સમાન છે, કોઈ નાના-મોટા નથી. જો તારા મનમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થયો છે અને મોહનિદ્રાના અભાવથી આત્મબોધરૂપ પ્રભાત પ્રગટયું છે તો તું સર્વને સમાન દેખ.
જેમ સોનાની રાશિમાં રહેલું સર્વ સોનું સમાન જ છે તોપણ થોડું સોનું ગ્રહણ કરવાથી સર્વ સોનું ગ્રહણ કરાતું નથી, તેનું કારણ એ છે કે સોનાના પ્રદેશો જુદા જુદા છે, તેમ સર્વ જીવો કેવલજ્ઞાનદર્શનની અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com