________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O
શબ્દ-શાસ્ત્રોથી જે પોતાને મહંત માને છે તે પરમાર્થ શબ્દથી કહેવા યોગ્ય વીતરાગ પરમાનંદ સ્વભાવવાળા પરમાત્માને જાણતા નથી. ૯૩
बुज्झंतहँ परमत्थु जिय गुरु लहु अत्थि ण कोइ। जीवा सयल वि बंभु परु जेण वियाणइ सोइ।।९४ ।। बुध्यमानानां परमार्थं जीव गुरुः लघुः अस्ति न कोऽपि। जीवाः सकला अपि ब्रह्म परं येन विजानाति सोऽपि।।९४ ।। જીવ, પરમાર્થ-પ્રવીણ ને, ગુરુ લઘુ નહિ કોય; કારણ જીવ પરબ્રહ્મ સૌ, નિયમે જાણે સોય. ૯૪
હે જીવ, પરમાર્થને યથાર્થ જાણનારાઓને કોઈ પણ જીવ નાનો કે મોટો નથી કારણ કે સર્વ જીવો પરબ્રહ્મ સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિ નિશ્ચયથી એમ જાણે છે.
જે પરમાર્થને જાણતા નથી તે જ પરિગ્રહમાં ગુરુતા માને છે અને પરિગ્રહના અભાવમાં લઘુતા ગણે છે; પણ આ ભૂલ છે. લઘુતા, ગુરુતા કર્મોના આવરણના લીધે જીવોમાં જોકે જણાય છે તોપણ નિશ્ચયથી સર્વ જીવો સમાન છે તથા બ્રહ્મ અર્થાત્ સિદ્ધ પરમેષ્ઠી સર્વને કેવલજ્ઞાનથી જેમ જાણે છે તથા જુએ છે તેમ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ પણ સર્વ જીવોને શુદ્ધરૂપે જુએ છે. ૯૪
जो भत्तउ रयण-त्तयहँ तसु मुणि लक्खणु एउ। अच्छउ कहिं वि कुडिल्लियइ सो तसु करइ ण भेउ।।९५ ।। यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं इदम्। तिष्ठतु कस्यामपि कुड्यां स तस्य करोति न भेदम्।। ९५ ।। રત્નત્રયના ભક્તનું લક્ષણ જાણ તું એહ;
ગણે ન જીવમાં ભેદ તે, રહો ગમે તે દેહ. ૯૫
જે મુનિ રત્નત્રયની આરાધના કરનાર છે તેનું આ લક્ષણ તું જાણે કે ગમે તે શરીરમાં જીવી રહ્યો હોય તોપણ તે જ્ઞાની તેનો ભેદ કરતા નથી. એટલે સર્વ જીવોને તે સિદ્ધ સમાન શુદ્ધ જુએ છે પણ શરીરના ભેદથી જીવને ભેદરૂપે માનતા નથી.
કર્મોદયને લીધે જીવ ગમે તે શરીરમાં રહે પણ જ્ઞાની પુરુષો તેને શરીરરૂપે ન માનીને જ્ઞાન-દર્શન ઉપયોગવાળો અનંત ગુણોના સદુભાવવાળો માને છે. અત્રે શિષ્ય પૂછે કે-હે ભગવાન, જો દેહના ભેદથી જીવોનો ભેદ ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com