________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
જે જિનલિંગ ધરી મુનિ, ગ્રહે પરિગ્રહ ઇષ્ટ;
વમન કરીને તે ગળે, પાછું તે જ અનિષ્ટ. ૯૧
હે જીવ, જે મુનિ જિનલિંગ ધારણ કરીને પણ ઇષ્ટ પરિગ્રહોને ગ્રહણ કરે છે તેઓ વમન કરીને ફરી તે વમેલાને ખાય છે એમ સમજવું જોઈએ.
પરિગ્રહ ત્રણ પ્રકારે છે–સચિત્ત-એટલે સજીવન વસ્તુઓ, અચિત્ત એટલે નિર્જીવ પદાર્થો અને મિશ્ર જીવ-અજીવ બન્ને પદાર્થો. ગૃહસ્થની અપેક્ષાએ સચિત્ત પરિગ્રહ પુત્ર, કલત્ર, માતા-પિતા ઇત્યાદિ, અચિત્ત પરિગ્રહ આભરણાદિ તથા મિશ્ર પરિગ્રહ આભરણસહિત સ્ત્રી-પુત્રાદિ.
મુનિની અપેક્ષાએ સચિત્ત પરિગ્રહ શિષ્યાદિ, અચિત્ત પરિગ્રહ પીંછીકમંડલુ શાસ્ત્ર ઇત્યાદિ, મિશ્ર પરિગ્રહ પીંછી કમંડલુ સહિત શિષ્ય વગેરે. અથવા બીજી રીતે પણ પરિગ્રહ બતાવે છે-મિથ્યાત્વ રાગાદિ ચિત્ત પરિગ્રહ છે, દ્રવ્યકર્મ નોકર્મ અચિત્ત પરિગ્રહ છે; દ્રવ્ય કર્મ તથા ભાવકર્મના સંબંધ રૂપે મિશ્ર પરિગ્રહ છે. આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ વિનાનો મુનિવેશ ધારણ કરી જે જીવો ઈષ્ટ પરિગ્રહની ઇચ્છા કરે છે તેઓ શુદ્ધાત્માની અનુભૂતિથી રહિત છે, અજ્ઞાની છે તથા વીતરાગ શાસનથી બાહ્ય છે. તેઓ વમેલા આહારને ગ્રહણ કરનારની સમાન નિંદવાયોગ્ય થાય છે. કહ્યું છે કે
त्यक्त्वा स्वकीयपितृमित्रकलत्रपुत्रान्; सक्तोऽन्यगेहवनितादिषु निर्मुमुक्षुः। दोाम् पयोनिधिसमुद्वतनक्रचक्रं;
प्रोत्तीर्य गोष्पदजलेषु निमग्नवान् सः।। જે પોતાનાં પિતા-માતા, મિત્ર, સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરી બીજાના સદન તથા સ્ત્રીઓમાં આસક્ત થાય છે, તે મનુષ્ય ભુજાઓથી મગરાદિ યુક્ત ભયંકર સમુદ્રને તરીને ગાયની ખરીમાં રહેલા પાણીમાં ડૂબી જાય છે. ૯૧
लाहहँ कित्तिहि कारणिण जे सिव-संगु चयंति। खीला-लग्गिवि ते वि मुणि देउलु देउ डहति।।९२।। लाभस्य कीर्तेः कारणेन ये शिवसंगं त्यजन्ति। कीलानिमित्तं तेऽपि मुनयः देवकुलं देवं दहन्ति ।। ९२ ।। લાભ કીર્તિ અર્થે તજે, જે મુનિઓ શિવસંગ;
દહે ખીલાર્થે દેવ તે, કે દેવાલય ચંગ. ૯૨ જે કોઈ ઐહિક લાભ કે કીર્તિને કારણે પરમાત્માનું ધ્યાન છોડી દે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com