________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭ रम्येषु वस्तुवनितादिष् वीतमोहो, मुह्येद् वृथा किमिति संयमसाधनेषु। धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं।
पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम्।। સ્ત્રી આદિ ઉત્તમ પદાર્થોમાં પણ જેને મોહ નથી તે સંયમનાં સાધનોમાં કેવી રીતે વ્યર્થ મોડું કરે? અર્થાત્ ન જ કરે. જે મનુષ્ય અજીર્ણના ભયથી આહાર તજે છે તે શું દવા પીને અજીર્ણપણું ઉત્પન્ન કરશે ? તેમ મુનિ સંયમનાં સાધનોમાં મોહ કરતા નથી, માત્ર ઉદાસીનપણે સાધનોને સેવે છે. ૮૯
केण वि अप्पउ वंचियउ सिरु लुचिवि छारेण। सयल वि संग ण परिहरिय जिणवर-लिंगधरेण ।। ९० ।। केनापि आत्मा वंचितः शिरोलञ्चित्वा क्षारेण। सकला अपि संगा न परिहृता जिनवरलिंगधरेण।। ९० ।। જેણે જિનવર વેશ લઈ, કેશ લોચ કરીનેય;
સંગ સકલ જો ના તજ્યો, ઠગ્યો સ્વ આતમનેય. ૯૦
જો કોઈ ભગવાન જિનેન્દ્રનો વેશ ધારણ કરી તથા માથાના દેશોનો રાખ વડે લોચ કરીને પણ સર્વ પ્રકારના સંગને છોડતો નથી તે પોતાના આત્માને છેતરે છે.
જે જીવ શુદ્ધ પરમાત્માની ભાવનારૂપ તીક્ષ્ણ શસ્ત્ર લઈ બાહ્ય અને અભ્યતર પરિગ્રહોને છેદતો નથી તે શિરમુંડનરૂપ જિન-દીક્ષા ધારણ કરીને પણ પોતાના આત્માને છેતરે છે. પ્રથમ મનોમુંડન થવું જોઈએ. અર્થાત્ મનમાંથી વસ્તુઓની મમતા છૂટી જવી જોઈએ, પછી શિરોમુંડન શોભે છે. માટે સર્વ સંગનો ત્યાગ જ આત્માને સર્વ પ્રકારે લાભકારી છે. જે આત્માઓ નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ આનંદ સ્વરૂપને અંગીકાર કરીને ત્રણ કાળ તથા ત્રણ લોકમાં મન, વચન, કાય, કૃત, કારિત, અનુમોદનાથી જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા પદાર્થોને તજી સ્વપરિણતિમાં લીન થાય છે, તે પરિગ્રહ-ભાવને તજે છે. આ પરિગ્રહ શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત છે. ૯૦
जे जिण-लिंगु धरेवि मुणि इट्ठ-परिग्गह लेंति। छद्दि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति।।९१।। ये जिनलिङ्गं धृत्वापि मुनय इष्ट परिग्रहान् लान्ति। छर्दैि कृत्वा ते एव जीव तां पुनः छर्दैि गिलन्ति।। ९१ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com