________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧
હોય તો એક જ જીવ માનવાનો પ્રસંગ આવે છે, એટલે સમસ્ત વિશ્વમાં એક જ જીવ કહેવાય
તેનું સમાધાન શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સેના તથા વનની સમાન જાતિ અપેક્ષાએ ભેદ નથી પણ વ્યવહારનયથી વ્યક્તિ અપેક્ષાએ વનમાં ભિન્નભિન્ન વૃક્ષની સમાન તથા સેનામાં જુદા જુદા હાથી, ઘોડાની સમાન જીવોમાં ભેદ છે. કથનને અપેક્ષાપૂર્વક સમજવાથી કોઈ જાતનો વિરોધ નથી. ૯૫
जीवहँ तिहुयण-संठियहँ मूढा भेउ करंति। केवल-णाणिं णाणि फुडु सयलु वि एक्कु मुणंति।। ९६ ।। जीवानां त्रिभूवनसंस्थितानां मूढा भेदं कुर्वन्ति। केवलज्ञानेन ज्ञानिनः स्फुटं सकलमपि एकं मन्यते।। ९६ ।। ત્રિભુવનસ્થિત જીવો વિષે મૂઢ, ગર્ણતા ભેદ;
કેવલજ્ઞાને જ્ઞાની ફુટ, જાણે સકલ અભેદ. ૯૬ ત્રણે લોકમાં રહેલા જીવોમાં મૂર્ખ જ ભેદ પાડે છે, પરંતુ જ્ઞાનીઓ તો કેવલજ્ઞાન વડે નિશ્ચિતપણે સર્વ જીવોને સમાન માને છે.
વ્યવહારનયથી જેમ સોળ વાનીનું સુવર્ણ ધોળા, પીળા, રાતા આદિ જુદા જુદા રંગનાં વસ્ત્રોમાં વીંટાયેલું હોવાથી જુદુ જુદુ ભાસે છે પણ તેમાં સુવર્ણપણે કોઈ પ્રકારે ભેદ નથી તેમ વ્યવહારનયથી શરીરના ભેદથી જીવોમાં ભેદ દેખાય પણ જીવપણે ભેદ નથી. અજ્ઞાનીઓ દેહના ભેદથી જીવમાં ભેદ માને છે અને વીતરાગ સ્વસંવેદન જ્ઞાનીઓ જીવપણાથી સર્વ જીવોને સમાન માને છે. ૯૬
શુદ્ધ સંગ્રહનયથી સર્વ જીવ સમાન છે
जीवा सयल वि णाणमय जम्मण-मरण विमुक्क। जाव-पएसहिं सयल सम सयल वि सगुणहिं एक्क।। ९७।। जीवाः सकला अपि ज्ञानमया जन्ममरणविसुक्ताः। जीवप्रदेशैः सकलाः समाः सकला अपि स्वगुणैरेके।। ९७।। સર્વે જીવો જ્ઞાનમય, જન્મ-મરણથી મુક્ત;
સમ સૌ જીવપ્રદેશથી સમ સ્વગુણે સમસ્ત. ૯૭
સર્વ જીવો જ્ઞાનમય છે અને જન્મ-મરણથી રહિત છે. પોતપોતાના પ્રદેશોથી સર્વ સમાન છે અને સર્વ જીવસમુદાય પોતાના ગુણોની અપેક્ષાએ એક છે, સમાન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com