________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ નિર્દોષ પરમાત્મભાવનાથી ઉત્પન્ન થયેલ જે વીતરાગ પરમાનંદરૂપ નિર્મળ જળ તેના પૂરપ્રવાયુક્ત નિર્ઝર (ઝરણ) સમાન, જ્ઞાનદર્શન આદિ ગુણોના સમૂહરૂપી ચંદનાદિ વૃક્ષોનાં વનથી સુશોભિત, દેવેન્દ્ર, ચક્રવર્તી, ગણધરાદિ તીર્થયાત્રાળુઓના કાનને સુખકારી એવા દિવ્ય ધ્વનિથી શોભાયમાન તથા અનેક મુનિજનરૂપી રાજહંસ આદિ નાના પ્રકારનાં પક્ષીઓના શબ્દોથી મહા-મનોહર જે અરિહંત વીતરાગ સર્વજ્ઞ દેવ છે. તે જ નિશ્ચયથી ગંગાદિ તીર્થ છે, પણ લોક-વ્યવહારમાં પ્રસિદ્ધ એવાં ગંગાદિક એ તીર્થ નથી. પરમ નિશ્ચયથી તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા મોક્ષાર્થીઓને, સંસાર તરવાના ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમ તીર્થના જેવું જે નિજ શુદ્ધ સહજામતત્ત્વનું સ્મરણ એ જ તીર્થ છે. વ્યવહારથી તીર્થંકર પરમદેવ આદિના ગુણસ્મરણનાં કારણરૂપ હોવાથી તેમનાં નિર્વાણ સ્થાન આદિ તીર્થરૂપ છે, જે મુખ્યપણે પુણ્ય-બંધનાં કારણ છે.
અહીં ભાવાર્થ એ છે કે ઉપર કહ્યું જે નિશ્ચય તીર્થ તેની શ્રદ્ધા, પરિજ્ઞાન અને અનુષ્ઠાનરહિત એવા અજ્ઞાની જીવોને બીજાં તીર્થો મુક્તિના કારણ થતાં નથી. ૮૫ જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં ભેદ છે એમ કહે છે:
णाणिहिं मूढहँ मुणिवरहँ अंतरु होइ महंतु। देहु वि मिल्लइ णाणियउ जीवहँ भिण्णु मुणंतु।।८६ ।। ज्ञानिनां मूढानां मुनिवराणां अन्तरं भवति महत्। देहमपि मुञ्चति ज्ञानी जीवाद्भिन्नं मन्यमानः।। ८६ ।। જ્ઞાની ને અજ્ઞાની બે મુનિવરમાં બહુ ભેદ;
જ્ઞાની તનને પણ તજે જાણી, સ્વપર-પ્રભેદ. ૮૬ સમ્યગ્દષ્ટિ ભાવલિંગી અને મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિઓમાં મહાન અંતર છે. કારણ કે જ્ઞાની મુનિ તો શરીરને પણ જીવથી ભિન્ન જાણી તજી દે છે; શરીરની મમતા તજી સ્વરૂપમાં લીન રહે છે જ્યારે દ્રવ્યલિંગી મુનિની ભેખમાં જ આત્મબુદ્ધિ હોય છે.
વીતરાગ સ્વસંવેદન જ્ઞાનવાળા મહામુનિ સર્વ પદાર્થોથી આત્માને જુદો જાણી દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ કે પોતાના દેહમાં પણ કોઈ પણ પ્રકારે મમતા કરતા નથી, તો પછી માતા, પિતા આદિ પરિવાર જે સ્વયમેવ ભિન્ન જ છે, તેમાં તો મમતા કરે જ ક્યાંથી? આ અપર ભેદને નહિ જાણનાર અજ્ઞાની મૂઢ પરપદાર્થોમાં સ્વપણાની માન્યતા કરીને અત્યંત દુઃખી થાય છે અને બંધદશાને પામે છે. જ્ઞાનીને પરપદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, પણ અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com