________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
જ્ઞાનથી ઉત્પન્ન થાય છે; તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનને જ આગમમાં વખાણ્યું છે. પરમાત્માને પ્રકાશક અધ્યાત્મશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલ વીતરાગ વસંવેદનરૂપ જે બોધ છે તે જ ગ્રહણયોગ્ય છે, બીજો બોધ નહિ. સ્વસંવેદન જ્ઞાન વિના શાસ્ત્રોને જાણવા છતાં જીવ મૂર્ખ (અજ્ઞાની) જ છે. પરમાત્મપ્રકાશક શાસ્ત્રોને જાણીને સ્વપદમાં વિશેષપણે લીન થવું જોઈએ.
કહ્યું છે કે“वीरा वेरग्गपरा थोवं पि हु सिक्खिऊण सिझंति।
णहु सिझंति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थेसु।।"
વૈરાગ્યમાં તત્પર વીરપુરુષો થોડું શીખીને પણ સિદ્ધ (મુક્ત) થાય છે, પણ વૈરાગ્ય વિના અનેક શાસ્ત્રો ભણવા છતાં મોક્ષ થતો નથી. ઉપરનું કથન વૈરાગ્યની પ્રધાનતા બતાવવા માટે છે, પણ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવા અર્થ નથી. તેમ મારામાં વૈરાગ્ય નથી એમ બોલીને શાસ્ત્ર-અભ્યાસ તજી દેવાનો પણ નથી, અન્યત્ર પણ કહ્યું છે કે
अक्खरडा जोयंतु ठिउ अप्पि ण दिण्णउ चित्त।
कणविरहियउ पलालु जिमु पर संगहिउ बहुत्तु।।
જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાળ નિરર્થક એકઠું કર્યા કરે તેમ આ જીવે શાસ્ત્રોના અક્ષરોમાં જ મન આપ્યું પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. આ પાઠને ગ્રહણ કરીને શાસ્ત્રાભ્યાસીઓને દોષ ન દેવો, પણ આત્માને ઉપકારક એવા ગ્રંથોનો અભ્યાસ વધારવો તેમ જ શાસ્ત્રના જાણનારાઓએ પણ મંદ ગતિ તથા અલ્પ ક્ષયોપશમવાળાની નિંદા ન કરવી, કેમકે નિંદા કરવાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે તેથી સંસાર-પરિભ્રમણ વધે છે અને ઘણા કાળ સુધી બોધિની પ્રાપ્તિ થતી નથી, તેમ વર્તમાનમાં તપશ્ચરણાદિ નાશ પામે છે. ૮૪
तित्थइँ तित्थु भमंताहँ मूढहँ मोक्खु ण होइ। णाण-विवज्जिउ जेण जिय मुणिवरु होइ ण सोइ।।८५।। तीर्थं तीर्थं भ्रमतां मूढानां मोक्षो न भवति। ज्ञानविवर्जितो येन जीव मुनिवरो भवति न स एव।। ८५।। તીર્થ તીર્થ ભમતાં છતાં મૂઢ મુક્ત નહિ થાય;
કારણ જ્ઞાનરહિત તે, જીવ, મુનિવર ન ગણાય. ૮૫ હે જીવ, અનેક તીર્થોમાં ભ્રમણ કરનારા મૂર્ખ જીવોનો મોક્ષ થતો નથી, કારણ કે જે જ્ઞાનરહિત છે તે મુનિ નથી પણ સંસારી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com