________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૨
તો રત્નસમાન છે. શાસ્ત્રો ભણવા છતાં જે શુદ્ધાત્માને જાણતા નથી તે અજ્ઞ છે. ૮૨
सत्थु पढंतु वि होइ जडु जो ण हणेइ वियप्पु । देहि वसंतु वि णिम्मलउ णवि मण्णइ परमप्पु ।। ८३ ।।
शास्त्रं पठन्नपि भवति जडः यः न हन्ति विकल्पम् । देहे वसन्तमपि निर्मलं नैव मन्यते परमात्मानम् ।। ८३ ।।
શાસ્ત્ર ભણે પણ વિકલ્પને, હણે ન જડ તે આંહિ; તન વસતા પરમાત્મને નિર્મળ શ્રદ્ધે નાંહિ. ૮૩
જે જીવ શાસ્ત્રોને ભણવા છતાં મિથ્યાત્વ આદિ વિકલ્પોનો ક્ષય કરતો નથી તે મૂર્ખ છે, કારણ તે શરીરમાં રહેલા પણ નિર્મળ પરમાત્માને માનતો નથી, તેની શ્રદ્ધા કરતો નથી.
શાસ્ત્રાભ્યાસનું ફળ તો રાગાદિ વિકલ્પોનો ત્યાગ કરી નિજ શુદ્ધ સહજ આત્માનું ધ્યાન કરવું એ છે. માટે મન, વચન, કાયાને સ્થિર કરી આત્મ-ચિંતન કરવું. જ્યાં સુધી પરમ સમાધિમાં મન સ્થિર ન થાય ત્યાં સુધી અશુભ ઉપયોગ દૂર કરવા વ્યવહારથી સત્શાસ્ત્રોનો અભ્યાસ તથા ઉપદેશ પણ કર્તવ્ય છે. ૫૨ને ઉપદેશતાં પણ મુખ્ય લક્ષ સ્વાત્મ-સંબોધન રહેવું જોઈએ. શાસ્ત્રોપદેશનું ફળ દેહમાં રહેલા નિજ નિર્મળ ૫૨માત્માના દર્શનજ્ઞાન અને અનુભૂતિરૂપ આવવું જોઈએ. ૮૩
बोह- णिमितें सत्थु किल, लोइ पढिज्जइ इत्थु । तेण वि बोहु ण जासु वरु सो किं मूढु ण तत्थु ।। ८४ ।। बोधनिमित्तेन शास्त्रं किल लोके पठ्यते अत्र । तेनापि बोधो न यस्य वरः स किं मूढो न तथ्यम्।। ८४ ।।
બોધ કા૨ણે શાસ્ત્ર સૌ ખરે ભણે જગમાંય; તેથીય થયો ન બોધ ત્યાં, તે શું ન મૂરખરાય ? ૮૪
આ લોકમાં નિયમથી જ્ઞાનને માટે શાસ્ત્રનો અભ્યાસ કરાય છે. તે શાસ્ત્રોને ભણવાથી પણ જેને ઉત્તમ જ્ઞાન થતું નથી તે શું મૂર્ખ નથી ? અર્થાત્ મૂર્ખ જ છે.
આ લોકમાં જોકે લોકવ્યવહારથી નવીન કવિતા કરનાર કવિ, પ્રાચીન કાવ્યોની ટીકા કરનાર ગમક, જેને વાદમાં કોઈ ન જીતી શકે તે વાદી અને પોતાની વાણીથી શ્રોતાઓને પ્રસન્ન કરનાર વાગ્મી ઇત્યાદિ ગુણો શાસ્ત્રીય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com