________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪) ભોગવતાં નિજ કર્મફળ ભાવ કરે જીવ જેહ;
મોહવશે શુભ કે અશુભ કર્મ ઉપાર્જ તેહ. ૭૯
જે જીવ પોતાના બાંધેલા કર્મોને ભોગવતા મોહથી સારા-ખોટા ભાવ કરે છે તે માત્ર કર્મને ઉપાર્જન કરે છે.
ઉદયમાં આવેલાં કર્મોને ભોગવતાં જે જીવ સ્વ-સ્વભાવથી છૂટી રાગ-દ્વેષ પરિણામ કરે છે તેને નવીન કર્મબંધ થાય છે. રાગ-દ્વેષ પરિણામથી જ આત્મા કર્મબંધ કરે છે. ૭૯
भुजंतु वि णिय-कम्म-फलु जो तहिं राउ ण जाइ। सो णवि बंधइ कम्मु पुणु संचिउ जेण विलाइ।।८०।। भुञ्जानोऽपि निजकर्मफलं यः तत्र रागं न याति। स नैव बध्नाति कर्म पुनः संचितं येन विलीयते।। ८०।। ભોગવતાંય સ્વકર્મફળ રાગ કરે નહિ ત્યાંય;
તે બાંધે નહિ કર્મને સંચિત ક્ષય થઈ જાય. ૮૦
જે પોતાનાં બાંધેલાં કર્મોના ફળને ભોગવતાં તેમાં રાગ રાગદ્વેષ પરિણામ કરતો નથી તે નવીન કર્મબંધ કરતો નથી તથા રાગ-દ્વેષરહિત પરિણામથી તેને સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે.
- નિજ શુદ્ધ સહજ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલાં એવાં શુભ-અશુભ કર્મનાં ફળને ભોગવતાં છતાં વીતરાગ ચિદાનંદ પરમાત્મસ્વભાવરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે રાગીણી થતા નથી અર્થાત્ રાગ-દ્વેષરૂપ પરિણતિ કરતા નથી. તે જીવ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધતા નથી અને તેમને નવાં કર્મ આવતાં ન હોવાથી જૂનાં કર્મોની નિર્જરા થાય છે. સંવરપૂર્વકની નિર્જરા જ મોક્ષનું મૂળ કારણ છે. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે-કર્મોદયના ફળને ભોગવતા જ્ઞાની કર્મોને બાંધતા નથી એમ સાંખ્ય આદિ પણ કહે છે, તો તેઓને આપ શા માટે દોષ આપો છો? તેનું સમાધાન ત્યાં નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળા વીતરાગચારિત્રની અપેક્ષા નથી, તે કારણથી તેઓને દૂષણ આપીએ છીએ. ૮૦
जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु। सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु।। ८१।। यः अणुमात्रमपि रागं मनसि यावत् न मुञ्चति अत्र। स नैव मुच्यते तावत् जीव जानन्नति परमार्थम्।। ८१ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com