________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ઉત્પન્ન કરનારું બાહ્યજ્ઞાન આત્માને ઉપયોગી નથી. શિષ્ય કહે છે કે નિદાન શું? તેનું સમાધાન-દાન, પૂજા, જપ, તપ આદિ કરીને ભોગોની ઇચ્છા કરવી તે નિદાન શલ્ય છે. શલ્ય એટલે કાંટો. જેમ શરીરમાં કાંટો ખેંચ્યા કરે તેમ શલ્યને લીધે આત્મા અંતરંગમાં ક્લેશ અનુભવ્યા કરે છે; પણ શલ્ય રહિત જ્ઞાનથી મોક્ષ થાય છે. શબ્દ-શાસ્ત્રાદિનું જ્ઞાન મોક્ષનું કારણ નથી, તેમ નિદાન સહિતનું તપ પણ દુઃખનું કારણ થઈ પડે છે. જ્ઞાન વિનાના તપ વડે જે ભોગો અથવા વૈભવો મળે છે તે બધા નાશવાન અને અશાંતિનાં કારણ હોય છે. એ આત્મજ્ઞાન વિનાનું તપ તથા શ્રુત મંદ કષાયને લીધે કંઈક પુણ્યબંધનું કારણ થાય છે અને તેથી જીવ દેવોનું સુખ પામે પણ તેથી મોક્ષ પામી શકે નહિ. ૭૫
तं णिय-णाणु जि होइ ण वि जेण पवड्ढइ राउ। दिणयर-किरणहँ पुरउ जिय किं विलसइ तम-राउ।।७६ ।। तत् निजज्ञानमेव भवति नापि येन प्रवर्धते रागः। दिनकरकिरणानां पुरतः जीव किं विलसति तमोरागः।। ७६ ।। જેથી રાગ વધે નહીં, તેજ જ્ઞાન નિજ ધાર;
દિનકર કિરણો આગળ, શું વિલસે અંધાર? ૭૬
હે જીવ, જે જ્ઞાનથી રાગાદિની વૃદ્ધિ થાય તે આત્મજ્ઞાન જ નથી શું? સૂર્યનાં કિરણોની સામે અંધકાર વિકસે છે? કદાપિ નહિ.
શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જો આત્મા નિરાકુળ ન થાય અને આકુળતાને ઉત્પન્ન કરનાર એવા રાગાદિની વૃદ્ધિ થયા કરે તો તે નિશ્ચયથી આત્મજ્ઞાન નથી. સમ્યજ્ઞાનથી આત્મા પોતાના મૂળ સ્વભાવને પામીને નિરાકુળતા લક્ષણવાળા સુખને પામે. જ્યાં વીતરાગતા છે ત્યાં સમ્યજ્ઞાન છે. તે જ્ઞાનના પ્રભાવે રાગાદિ ઓછા અથવા મંદ થાય છે. સૂર્યોદય થવાથી જેમ અંધકાર ટકી શકતો નથી તેમ આત્મજ્ઞાનરૂપ પ્રકાશ થવાથી રાગાદિરૂપ અંધકાર આત્મામાંથી ખસવા માંડે છે. ૭૬
अप्पा मिल्लिवि णाणियहँ अण्णु ण सुंदरु वत्थु। तेण ण विसयहँ मणु रमइ जाणंतहँ परमत्थु।।७७।। आस्मानं मुक्त्वा ज्ञानिनां अन्यन्न सुन्दरं वस्तु। तेन न विषयेषु मनो रमते जानतां परमार्थम्।। ७७।। જ્ઞાનીને આત્મા વિના, અવર ન સુંદર કાંઈ; તો પરમાર્થસુજાણ તે, રમે ન વિષયોમાંહિ. ૭૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com