________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
ज्ञान-विहीनस्य मोक्ष-पदं जीव मा कस्यापि अद्राक्षीः। बहुना सलिलविलोडितेन कर: चिक्कणो न भवति।। ७४ ।। જ્ઞાન વિહીન જીવ કોઈને, મુક્તિપદ નહિ દેખ; વલોવતાં જળ ઘણુંય-ના, કર કદી ચીકણો પેખ. ૭૪
જેમ પાણીને વારંવાર અત્યંત વલોવવાથી પણ હાથ ચીકણો થતો નથી, તેમ સમ્યજ્ઞાનરહિત એવા કોઈ પણ જીવને કદાપિ હે જીવ, તું મોક્ષપદ ન જાણ, એટલે જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે; સમ્યજ્ઞાન વિના જીવનો મોક્ષ થતો નથી.
જેમ પાણીમાં ચિકાશ ન હોવાથી તેને કોઈ ગમે તેટલું વલોવે તો પણ હાથ ચીકણા થતા નથી, તેમ સમ્યજ્ઞાન વિના અનેક પ્રકારનાં જપતપાદિ ક્રિયાકાંડ કરે તો પણ તેથી મોક્ષ થાય નહિ. સમ્યજ્ઞાનનું લક્ષણ વીતરાગ શુદ્ધ સહજાત્માની અનુભૂતિ છે. અને તે જ મોક્ષનું કારણ છે. તે સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનાદિથી જુદું નથી, ત્રણેય એક છે. કીર્તિ, પૂજા, લાભ આદિ ખોટા ભાવોમાં પરિણમેલા મારા ચિત્તને કોઈ જાણતું નથી એમ માનીને વીતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ પોતાની ચિત્તશુદ્ધિને ન કરતો માત્ર બહારથી બગલા જેવો વેષ ધારણ કરીને જનમનરંજનમાં તત્પર જે પોતાને જ્ઞાનવાન માને છે તે પણ જ્ઞાનવિહીન જ છે. અને એવા જીવોને યથાર્થ તત્ત્વ સમજાતું નથી. ૭૪
जं णिय-बोहहँ बाहिरउ णाणु वि कज्जु ण तेण। दुक्खहँ कारणु जेण तउ जीवहँ होइ खणेण।। ७५।। यत् निजबोधाद् बाह्यं ज्ञानमपि कार्यं न तेन। दुःखस्य कारणं येन तपः जीवस्य भवति क्षणेन।। ७५।। આત્મજ્ઞાન વિણ અન્ય જે, જ્ઞાન ન તેનું નામ;
તેથી રહિત તપ પણ બને દુઃખકારણ સુતરા.... ૭૫
આત્મજ્ઞાન વિનાનાં શાસ્ત્ર આદિ જ્ઞાનનું પણ કંઈ પ્રયોજન નથી. કારણ કે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વિનાનું તે તપ પણ જીવને શીધ્ર દુઃખનું કારણ થઈ પડે છે.
નિદાન આદિ શલ્ય તથા વિષયોની ઇચ્છારૂપ મનોરથોની વિકલ્પ જાળરૂપ અગ્નિની જ્વાળાથી રહિત જે જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. નિજાત્મબોધ વગરનું બાહ્યજ્ઞાન આત્માને માટે કાર્યકારી નથી. જે જ્ઞાનથી આત્મા જણાય તે જ જ્ઞાન વાસ્તવિક અને કલ્યાણરૂપ છે. તે સિવાયના અનેક પ્રકારના વિકલ્પોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com