________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫
આ જીવ ભોગોને ન ભોગવવા છતાં માત્ર દુષ્ટ ભાવથી અનેક પ્રકારનાં પાપકર્મોને બાંધે છે. ૭૦ શુભ-અશુભ તથા શુદ્ધોપયોગને કહે છે
सुह-परिणामें धम्मु पर असुहें होइ अहम्मु। दोहिं वि एहिं विवज्जियउ सुद्रुण बंधइ कम्मु।। ७१।। शुभ परिणामेन धर्मः परं अशुभेन भवति अधर्मः। द्वाभ्याम् अपि एताभ्यां विवर्जितः शुद्धो न बध्नाति कर्म।। ७१।। શુભ પરિણામે ધર્મ ને અશુભે થાય અધર્મ;
એ બન્નેથી રહિત જે, શુદ્ધ ન બાંધે કર્મ. ૭૧ દાનાદિ શુભ પરિણામથી પુણ્યરૂપ વ્યવહારધર્મ મુખ્યપણે થાય છે, વિષય-કષાયાદિ પરિણામથી અધર્મ-પાપ થાય છે, અને આ બન્ને ભાવોથી રહિત જે શુદ્ધ પરિણામ છે, તેથી જીવ કર્મ બાંધતો નથી.
જેમ સ્ફટિકમણિ લાલ-પીળા આદિ પુષ્પરૂપ બાહ્ય ઉપાધિને લીધે લાલ-પીળા આદિ રૂપે જણાય છે તેમ આત્મા કર્મ-ઉપાધિને લીધે શુભઅશુભરૂપે પરિણમે છે અને કર્મના અભાવમાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. મિથ્યાત્વ, વિષય-કષાય આદિ અવલંબનથી આત્મા પાપ બંધ કરે છે અને પંચપરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કરવાથી, સ્તવન કરવાથી, દાન દેવાથી તથા પૂજા આદિ કરવાથી તે ઈચ્છા વગર પણ પુણ્ય બંધ કરે છે. તેમ સંસારસ્થિતિને છેદનાર તીર્થકર પ્રકૃતિનો પણ બંધ શુભ ભાવથી થાય છે. પરંતુ શુદ્ધાત્માના અવલમ્બનથી શુદ્ધોપયોગ વડે આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ મોક્ષને પામે છે. અત્રે ત્રણે ઉપયોગોમાં એક શુદ્ધ ઉપયોગ જ ઉપાદેય છે એમ ભાવાર્થ છે. ૭૧
दाणिं लब्भइ भोउ पर इंदत्तणु वि तवेण। जम्मण-मरण विवज्जियउ पउ लब्भइ णाणेण।।७२।। दानेन लभ्यते भोगः परं इन्द्रत्वमपि तपसा। जन्ममरणविवर्जितं पदं लभ्यते ज्ञानेन।। ७२।। દાને ભોગ મળે ખચિત, તપથી ઇન્દ્ર થવાય;
જન્મ મરણથી રહિત પદ, જ્ઞાને કરી પમાય. ૭૨ દાન આપવાથી જીવને નિયમથી પાંચ ઇન્દ્રિયના ભોગો મળે છે અને તપ કરવાથી ઇન્દ્રપણું પ્રાપ્ત થાય છે. પરંતુ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જ જન્મ જરા મરણથી રહિત એવું મોક્ષ પદ મળે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com