________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૩
भावो विशुद्धः आत्मीयः धर्म भणित्वा लाहि । चतुर्गति दुःखेभ्यः यो धरति जीवंम् पतन्तमिम।। ६८।।
ભાવ વિશુદ્ધ સ્વ આત્મનો, ધર્મ ગણી ઉ૨ ધાર; ચતુર્ગતિમાં જીવને, પડતાં જે ધરનાર. ૬૮
રાગાદિ રહિત આત્માનો પોતાનો શુદ્ધ ભાવ જ ધર્મ છે એમ માનીને તેને તમે ગ્રહણ કરો. જે આત્મધર્મ ચાર ગતિનાં દુ:ખમાં પડતા આ જીવને ઉદ્ધરીને મોક્ષરૂપ આનંદધામમાં ધારે, રાખે, વિરાજમાન કરે છે. ધર્મ જ જીવને દુઃખથી બચાવી ઉત્તમ સુખમાં લઈ જાય છે.
જીવને સંસારનાં અનંત અને અપાર દુઃખથી ઉગારી જે સુખરૂપ મોક્ષપદમાં ધારે, વિરાજમાન કરે તે ધર્મ છે. તે મોક્ષપદ દેવેન્દ્ર, નાગેન્દ્ર, ઇત્યાદિ સર્વને પૂજ્ય છે. અહીં ધર્મ શબ્દથી જીવના શુદ્ધ ભાવનું ગ્રહણ છે. શુદ્ધ ભાવ જ ધર્મરૂપ છે. એમાં જ ધર્મ શબ્દની સર્વ વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. અહિંસા લક્ષણવાળો ધર્મ છે તે ધર્મ જીવના શુદ્ધ સ્વભાવ વિના સંભવતો નથી. સાગર-અનાગાર ધર્મ તેમ જ ઉત્તમ ક્ષમાદિ દશ પ્રકારનો જે ધર્મ છે તે પણ શુદ્ધ ભાવની અપેક્ષા રાખે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રને ધર્મેશ્વર એવા તીર્થંકરાદિ મહાપુરુષો ધર્મ કહે છે. આ લક્ષણમાં પણ આત્માની વિશુદ્ધિની પ્રધાનતા છે. રાગ-દ્વેષરહિત આત્મપરિણામ તે ધર્મ છે, એમાં પણ આત્મશુદ્ધિની મુખ્યતા છે. વસ્તુસ્વભાવ ધર્મ કહેવાય છે, તે પણ રત્નત્રયાત્મક આત્મપરિણામની શુદ્ધિ-નિર્મળતાયુક્ત છે. આ પ્રકારે અનેક ગુણોથી યુક્ત એવો ધર્મ જીવને સંસારનાં દુઃખમાંથી મુક્ત કરી અલૌકિક તથા અનુપમ સુખમાં લઈ જાય છે, એટલે ધર્મથી જીવ અનેક સુખ પામે છે. અહીં શિષ્યો કહે છે કે—પ્રથમ આપે એમ પ્રતિપાદન કર્યું છે કે શુદ્ધોપયોગમાં સંયમાદિ સર્વગુણ આવી જાય છે અને અહીં આપ એમ કહો છો કે શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વ ગુણો સમાય છે. તો તે બન્નેમાં શું વિશેષતા છે? સમાધાન-પ્રથમ ક્શનમાં શુદ્ધોપયોગની મુખ્યતા છે અને અત્રે ધર્મ શબ્દની મુખ્યતા છે. આટલી વિશેષતા છે. બાકી તો બન્ને શબ્દો આત્મશુદ્ધિને બતાવનારા છે. શબ્દભેદ છે, અર્થભેદ નથી. બન્ને એક જ વસ્તુને કહેનારા છે. માટે શુદ્ધોપયોગમાં પરિણતિ કર્તવ્ય છે. તે જ ધર્મ છે. ૬૮
આત્માનો વિશુદ્ધ ભાવ જ મોક્ષમાર્ગ છે
सिद्धिहिं केरा पंथडा भाउ विसुद्धउ एक्कु । जो तसुभावहँ मुणि चलइ सो किम होइ विमुक्कु ।। ६९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com