________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
પ્રતિક્રમણ એ ત્રણ યોગ્ય નથી.
પાંચ ઇન્દ્રિયના ભોગોની આકાંક્ષા આદિ સમસ્ત વિભાવથી રહિત કેવલજ્ઞાનાદિ અનંતગુણવાળા પરમાત્મા છે તેનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ સહજ આનંદ સમરસીભાવ લક્ષણવાળા સુખામૃતના રસનો આસ્વાદથી ભરેલો જે આત્મભાવ, જ્ઞાનમય ભાવ છે, તેને તજીને બીજા વ્યવહાર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન તથા આલોચનાને અનુકૂળ વંદન નિન્દનાદિ શુભોપયોગ, શુદ્ધોપયોગની અપેક્ષાએ વિકલ્પજાળ છે તેથી તેમાં વર્તવું જ્ઞાનીઓને યોગ્ય નથી. પ્રથમ અવસ્થામાં પ્રતિક્રમણ આદિ આવશ્યક છે, આગળ નહિ. ૬પ
वंदउ णिंदउ पडिकमउ भाउ असुद्धउ जासु। पर तसु संजमु अत्थि णवि जं मण-सुद्धि ण तासु।।६६।। वन्दतां निन्दतु प्रतिक्रामतु भावः अशुद्धो यस्य। परं तस्य संयमोऽस्ति नैव यस्मात् मनःशुद्धिर्न तस्य।। ६६ ।। વન્દ નિન્ટે પ્રતિક્રમે, પણ જો ભાવ ન શુદ્ધ;
સંયમ ખરે ન તેહને, કારણ મન ન વિશુદ્ધ. ૬૬
આ જીવ વંદના કરે, આમદોષોની નિંદા કરે, પ્રતિક્રમણ કરે પણ જો અશુદ્ધ પરિણામ છે તો તેને નિયમથી સંયમ નથી; કારણ કે તેનું મન પવિત્ર નથી, મનની પવિત્રતા વિના સંયમ હોઈ શકે નહિ.
જેનું મન વિષય, કષાય તથા આર્ત રૌદ્ર ધ્યાનથી રંગાયેલું છે, તેનાં વ્યવહાર પ્રતિક્રમણાદિ પરમાર્થનાં સાધક થઈ શકતાં નથી. જ્યાં સુધી ચિત્તમાં કીર્તિ, પૂજા-લાભ આદિ સંસાર સંબંધી અનેક વિકલ્પો થયા કરે છે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ થવી કઠિન છે. ભાવવિનાનાં એકલાં દ્રવ્યરૂપ વન્દન પ્રતિક્રમણાદિક ભાવ સંયમના હેતુ થતાં નથી. ૬૬
सुद्धहँ संजमु सीलु तउ सुद्धहँ दंसणु णाणु। सुद्धहँ कम्मक्खउ हवइ सुद्धउ तेण पहाणु।।६७।। शुद्धानां संयमः शीलं तपः शुद्धानां दर्शनं ज्ञानम्। शुद्धानां कर्मक्षयो भवति शुद्धो तेन प्रधानः ।। ६७।। સંયમ શીલ તપ શુદ્ધને, તેમ જ દર્શન જ્ઞાન;
કર્મક્ષય પણ શુદ્ધને શુદ્ધ જ તેથી પ્રધાન. ૬૭ શુદ્ધ ઉપયોગવાળા જીવોને સંયમ, તપ, શીલ હોય છે, શુદ્ધ ઉપયોગીઓને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com