________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૯ देवनां शास्त्राणां मुनिवराणां यो विद्वेषं करोति। नियमेन पापं भवति तस्य येन संसारं भ्रमति।। ६२ ।। દેવશાસ્ત્ર મુનિવર તણો દ્વેષ કરે જો કોય;
નિયમે પાપ ઉપાર્જતાં, ભવમાં ભમતા સોય. ૬૨
જે જીવ શ્રી વીતરાગદેવ, વીતરાગ શાસ્ત્ર અને નિર્ઝન્થ મુનિઓ પ્રત્યે દ્રષ-બુદ્ધિ રાખે છે, તે જીવને નિયમથી પાપબંધ થાય છે કે જે પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
નિજ શુદ્ધ સહજામસ્વરૂપ પરમાત્મા-દ્રવ્યની પ્રાપ્તિની રુચિરૂપ નિશ્ચયસમ્યકત્વનું કારણ તત્વાર્થશ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વના વિષયભૂત એવાં દેવ, શાસ્ત્ર અને ગુરુની જે જીવ નિંદા કરે છે તે મિથ્યાદષ્ટિ થાય છે તથા મિથ્યાત્વથી તે પાપ બાંધે છે. તે પાપ-બંધથી ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ થાય છે. ૬ર
પુણ્ય-પાપનું ફળ કહે છે...
पावें णारउ तिरिउ जिउ पुण्णे अमरु वियाणु। मिस्से माणुस-गइ लहइ दोहि वि खइ णिव्वाणु।।६३।। पापेन नारकः तिर्यग् जीवः पुण्येनामरो विजानीहि। मिश्रेण मनुष्यगतिं लभते द्वयोरपि क्षये निर्वाणम्।। ६३ ।। પાપે તિર્ય... નરક જીવ, પુણ્ય દેવ વિજાણ; મિત્રે મનુષ્યગતિ મળે, ઉભયક્ષયે નિર્વાણ. ૬૩
આ જીવ પાપના ઉદયથી નરકગતિ અથવા તિર્યંચગતિ એટલે પશુગતિ પામે છે, પુણ્યથી દેવ થાય છે અને મિશ્ર–એટલે પુણ્ય-પાપ બન્નેની સમાનતાથી મનુષ્યગતિ પામે છે પણ બન્નેના ક્ષયથી મોક્ષ પામે છે, તેમ તમે જાણો.
સહજ શુદ્ધ જ્ઞાનાનંદમય એક સ્વભાવવાળા પરમાત્મા છે. તેથી વિપરીત એવા પાપકર્મના ઉદયથી આ જીવ નરક પશુ આદિ ગતિમાં જઈ અનેક કષ્ટો સહન કરે છે તેમ જ આત્મ-સ્વરૂપથી ભિન્ન એવા શુભ કર્મના ઉદયથી જીવ દેવ થાય છે તથા બન્નેની સમાનતાથી માનવ થાય છે અને નિજ શુદ્ધ સહજામતત્ત્વની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ શુદ્ધોપયોગથી જીવ સંસાર-બંધનોથી મુક્ત થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કેઃ
पावेण णरयतिरियं घम्मेण देवलोयम्मि। मिस्सेण माणुसत्तं दोण्हं पि खएण णिव्वाणं।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com