________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
રીતે જોવામાં આવે છે. અર્થાત અત્યારની પ્રજામાં ગુણોની અપેક્ષાએ અભિમાન વિશેષ દેખાય છે. ૬૦
ભક્તિથી મુખ્યપણે પુણ્ય બંધાય છે અને પરંપરાએ મોક્ષ થાય છે: देवहँ सत्थहँ मुणिवरहँ भत्तिए पुण्णु हवेइ।
—-૩૩ પુણુ દોડ઼ Mવિ અને સંતિ મળે તાદ્દશા देवानां शास्त्राणां मुनिवराणां भक्त्या पुण्यं भवति। कर्मक्षयः पुनः भवति नैव आर्यः शान्तिः भणति।। ६१।। દેવ, શાસ્ત્ર મુનિવર તણી, ભક્તિથી પુણ્ય પમાય;
નહિ કર્મક્ષય તેથી પણ, કહે આર્ય મુનિરાય. ૬૧
શ્રી વીતરાગદેવ પરમાગમ અને પરમ મુનિઓની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય થાય છે, પણ કર્મ-ક્ષય થતો નથી એમ આર્ય શાંતિ કહે છે. સમ્યકદર્શનસહિત દેવ, શાસ્ત્ર તથા ગુરુની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય બંધાય છે, મોક્ષ થતો નથી પણ પરંપરાએ મોક્ષ થાય છે. મિથ્યાષ્ટિઓને ભાવ-ભક્તિ હોતી જ નથી. લૌકિક બાહ્ય ભક્તિ હોય છે અને તેથી કંઈક મંદ પુણ્ય-બંધ કરે છે.
અહીં પ્રભાકર ભટ્ટ કહે છે-હે ગુરુદેવ, જે પુણ્ય મુખ્યપણે મોક્ષનું કારણ થતું નથી તો ઉપાદેય પણ ન ગણાય. ત્યારે પૂર્વસમયમાં ભરત, સગર, શ્રીરામચંદ્ર તથા પાંડવાદિ આર્ય પુરુષો નિરંતર પંચપરમેષ્ઠીનું ગુણ-સ્મરણ, દાન, પૂજાદિ વડે ભક્તિમય થઈને શા માટે પુણ્ય-ઉપાર્જન કરતા હતા? શ્રી ગુરુ સમાધાન કરે છે
જેમ પરદેશમાં રહેલા કોઈ રામાદિ પુરુષ પોતાની પ્રિય સ્ત્રી સીતા આદિ પાસેથી આવેલા માણસની સાથે વાતો કરે, તેને માન આપે અને તેને દાન વગેરે આપે તેનું કારણ પોતાની સ્ત્રી પ્રત્યેનો પ્રેમ છે, તેમ ભરત, સગર, રામ તથા પાંડવાદિ તત્ત્વજ્ઞાનીઓ વીતરાગ પરમાનંદરૂપ મોક્ષલક્ષ્મીની ઇચ્છા રાખી સંસારની સ્થિતિને છેદવા અર્થે, આર્ત-રૌદ્ર ધ્યાનને નાશ કરવામાં કારણ એવી પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ કરે છે, તોપણ તેઓની દષ્ટિ કેવળ નિજ પરિણતિમાં હોય છે પણ પરભાવમાં નહિ. તેથી શુભકિયાવાન સમ્યગ્દષ્ટિને જેમ ખેડૂતને ત્યાં ધાન્યની સાથે વગર પ્રયાસ પરાળાદિ પાકે છે તેમ વગર ઇચ્છાએ સહજે શુભાસ્રવ થાય છે. ૬૧ દેવ, શાસ્ત્ર તથા ગુરુની નિંદાથી પાપ-બંધ થાય છે.
देवहँ सत्थहँ मुणिवरहँ जो विद्देसु करेइ। णियमें पाउ हवेइ तसु जें संसारु भमेइ।।६२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com