________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૭
અને સંસારમાં જ પરિભ્રમણ કરે છે. નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્યને નિષેધે છે
पुण्णेण होइ विहवो विहवेण मओ मएण मइ-मोहो। मइ-मोहेण य पावं ता पुण्णं अम्ह मा होउ।।६०।। पुण्येन भवति विभवो विभवेन मदो मदेन मतिमोहः। मतिमोहेन च पापं तस्मात् पुण्यं अस्माकं मा भवतु।। ६०।। પુણ્ય વૈભવ તેથી મદ, મદથી મતિ ભ્રમ જાણ;
મતિભ્રમથી વળી પાપ તો, પુણ્ય હજો ન નિદાન. ૬૦
પુણ્યથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી અભિમાન થાય છે, અભિમાનથી બુદ્ધિમાં વ્યામોહ (ભ્રમ) વિવેકમૂઢતા થાય છે અને બુદ્ધિની મૂઢતાથી પાપ થાય છે તેથી તે પુણ્ય અમને ન હો.
રત્નત્રયની ભાવનાથી રહિત એવા અજ્ઞાની જીવને પુણ્યોદયથી જે વૈભવ આદિ સંસારની ઉત્તમ ભોગ-સામગ્રી મળે છે તેથી તેઓ અભિમાન કરી પાપોપાર્જન કરી દુર્ગતિમાં જઈ ત્યાંનાં અપાર કષ્ટો ભોગવે છે. માટે મિથ્યાષ્ટિઓનું પુણ્ય એક પ્રકારે પાપનું કારણ બને છે.
સમ્યગ્દષ્ટિ પુણ્યના ઉદયમાં વિવેકથી કામ લે છે. માટે તેને ભરત, સગર, રામ તથા પાંડવાદિ મહાપુરુષોની સમાન પુણ્યબંધ અભિમાનનું કારણ થતું નથી. જો ધન સર્વને અભિમાન ઉત્પન્ન કરતું હોય તો સમ્યગ્દષ્ટિ પુણ્યવાન પુરુષો કેવી રીતે મદ, અહંકારાદિ વિકલ્પો તજીને મોક્ષ પામત. સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીની વિભૂતિમાં પણ ગર્વરહિત રહે છે, પણ તેમાં આનંદ માનતા નથી; જ્યારે મિથ્યાદષ્ટિ સંસારના તુચ્છ પદાર્થોમાં પણ અતિશય લુબ્ધ થઈ તેને છોડી શકતા નથી.
શ્રી ગુણભદ્રાચાર્યે આત્માનુશાસનમાં કહ્યું છે કે" सत्यं वाचि मतौ श्रुतं हृदिदया शौर्य भुजे विक्रमे, लक्ष्मी नमनूनअथिनिचये मार्गे गतिर्निवृत्तेः । येषां प्रागजनीह तेऽपि निरहंकाराः श्रुते गोचराः
વિત્ર સમ્રતિ સેશતોરે ન જુણાસ્તેષાં તથાણુદ્ધતા.”
પૂર્વપુરુષોની વાણીમાં સત્ય, મતિમાં શ્રુત, મનમાં દયા, પરાક્રમરૂપ ભુજાઓમાં શૂરવીરતા, યાચકોને પૂર્ણ લક્ષ્મીનું દાન અને મોક્ષમાર્ગમાં ગમન ઇત્યાદિ સદગુણો હતા એમ આગમમાં સંભળાય છે. પણ આશ્ચર્ય છે કે આ પંચમકાલમાં લેશમાત્ર એવા ગુણો નથી છતાં મનુષ્યોમાં ઉદ્ધતપણું વિશેષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com