________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૫
તે પાપોદય પણ જીવને એક પ્રકારે ઉત્તમ છે કે જેથી દુઃખને ભોગવતાં, જીવની બુદ્ધિ સર્વ દુઃખના આત્યંતિક અભાવનું કારણ એવા મોક્ષમાર્ગરૂપ ભેદ-અભેદાત્મક રત્નત્રયમાં એકાગ્ર થાય. કહ્યું છે કે “આર્ત્ત નરા ધર્મપરા ભવન્તિ” અર્થાત્ ઘણું કરીને દુ:ખી મનુષ્યો ધર્મમાં તત્પર થાય છે. ૫૬ પુણ્ય-કર્મનું ફળ બતાવે છે–
मं पुणु पुण्णइँ भल्लाइँ णाणिय ताइँ भणति । जीवहँ रज्जइँ देवि लहु दुक्खइँ जाँ जणंति।।५७।।
मा पुनः पुण्यानि भद्राणि ज्ञानिनः तानि भणन्ति। जीवस्य राज्यानि दत्वा लघु दुःखानि यानि जनयन्ति ।। ५७।।
જ્ઞાની કહે, તે ઇષ્ટ નહિ, પુણ્યો પણ સુખદાય; જીવને રાજ્ય દઈ ત્વરિત, ઉપજાવે દુ:ખ લાય. ૫૭
હે જીવ, જ્ઞાનીઓ કહે છે કે તે પુણ્ય પણ સારાં નથી કે જે પુણ્ય જીવને રાજ્યાદિ સંપત્તિ આપીને પણ નરકાદિ અસહ્ય દુઃખ દાવાનળમાં નાખે છે.
પોતાની શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ આનંદ એકરૂપ જે સુખનો અનુભવ છે તેથી વિપરીત જોયેલા, સાંભળેલા તથા અનુભવ કરેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધસહિત જ્ઞાન, તપ દાનાદિ વડે ઉપાર્જન કરાયેલાં પુણ્યકર્મ હેય (તજવા યોગ્ય) છે. કારણ કે નિદાનવાળા પુણ્યથી ભવાંતરમાં રાજ્યાદિ વિભૂતિ પામીને અજ્ઞાની જીવ વિષય-ભોગોને તજી શકતો નથી. તેથી તે પુણ્યાદિની સમાપ્તિ થયા પછી જીવનકાદિ ગતિનાં દુઃખ પામે છે. રાવણ નિદાનબંધ કરીને પ્રતિનારાયણ થયો અને ભોગોમાં આસક્ત થઈને મરણ પામી દુર્ગતિએ ગયો તે કારણથી પુણ્ય પણ હૈય છે. જે નિદાનરહિત પુણ્યવાળા પુરુષો છે તે તો ભવાંતરમાં રાજ્ય આદિ વૈભવ પામીને, પછી તેનો ત્યાગ કરીને, જિનદીક્ષા ધારણ કરીને બળદેવાદિની સમાન ઊર્ધ્વગામી ( મોક્ષગામી) થાય છે. કહ્યું છે કે “ર્ધ્વા વતવેવા: સુર્નિર્નિવાના મવાન્તરે” પૂર્વમાં જેણે નિદાનબંધ કર્યો નથી એવા બળદેવો ઊર્ધ્વગામી થાય છે. ૫૭
સમ્યક્ત્વ વિનાનું પુણ્ય પણ સારું નથી
वर णिय दंसण अहिमुहउ मरणु वि जीव लहेसि । माणिय- दंसण- विम्मुहउ पुण्णु वि जीव करेसि ।। ५८ ।।
वरं निजदर्शनाभिमुखः मरणमपि जीव लभस्व। मा निजदर्शनविमुखः पुण्यमपि जीव करिष्यसि ।। ५८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com