________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૩
માર્ગ છે, એમ જે જીવ નથી જાણતો તે જીવ મોહાધીન થઈ પુણ્ય-પાપમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. પુણ્યને ઉપાદેય સમજીને કર્યા કરે છે તથા પાપને હૈય સમજીને તજે છે. પણ નિશ્ચયથી બન્ને એક છે એમ માનવા પ્રયત્ન કરતો નથી. ૫૩
પુણ્ય-પાપનું કર્તાપણું કહે છે
दंसण- णाण-चरित्तमउ जो णवि अप्पु मुणेइ । मोक्खहँ कारणु भविवि जिय सो पर ताहँ करेइ ।। ५४ ।।
છે
दर्शनज्ञानचरित्रमयं ય नैवात्मानं मोक्षस्य कारणं भणित्वा जीव स परं ते करोति । । ५४ ।।
મનુતે
દર્શન જ્ઞાન ચરિત્રમય, આત્મા શ્રદ્ધે નાંહિ; તે જ મોક્ષ કા૨ણ ગણી, કરે ઉભય તે આંહિ. ૫૪
હે જીવ, જે જીવો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રરૂપ શુદ્ધ સહજાત્માને શ્રદ્ધતા નથી, તે આત્માઓ પુણ્યની પ્રવૃત્તિ તથા પાપની નિવૃત્તિને મોક્ષનું કારણ સમજીને કર્યા કરે છે, અર્થાત્ શુભાશુભ કાર્યમાં પ્રવર્ત્ય કરે છે.
નિજ શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ સહજ આનંદ એકરૂપ સુખરસના આસ્વાદની રુચિરૂપ સમ્યગ્દર્શન, તે જ સ્વ શુદ્ધાત્મામાં વીતરાગ નિત્યાનંદ સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન તથા વીતરાગ સહજ આનંદ એક પરમ સમરસીભાવથી ( એટલે આત્માના અનુભવથી) આત્મામાં જે સ્થિરતા થાય છે તે ચારિત્ર છે. આ પ્રમાણે એ ત્રણે સ્વરૂપ અર્થાત્ રત્નત્રયમાં પરિણમેલા આત્માને જે મોક્ષનું કારણ માનતો નથી તે જીવ પુણ્યને ઉપાદેય અને પાપને હેય ગણે છે. પરંતુ જે પૂર્વોક્ત રત્નત્રયમાં પરિણમેલા આત્માને જ મોક્ષમાર્ગ માને-જાણે છે, તે સમ્યગ્દષ્ટિ જીવને જોકે સંસાર-સ્થિતિને નાશ કરવામાં કારણભૂત એવા સમ્યક્ત્વાદિ ગુણથી પરંપરાએ મુક્તિના કારણરૂપ તીર્થંકરાદિ શુભ પ્રકૃતિઓનો અનિચ્છાપૂર્વક આસ્રવ થાય છે તોપણ સમ્યગ્દષ્ટિ જીવ તેને ઉપાદેય ગણતા નથી. ૫૪
નિશ્ચયથી પુણ્ય-પાપને જે સમાન નથી માનતો તે સંસારમાં ભટકે
जो णवि मण्णइ जीउ समु पुण्णु वि पाउ वि दोइ ।
सो चिरु दुक्खु सहंतु जिय मोहिं हिंडइ लोइ ।। ५५ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com