________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૪
सिद्धेः संबन्धी पन्थाः भावो विशुद्धः एकः । यः तस्मात् भावात् मुनिश्चलित स कथं भवति विमुक्तः ।। ६९ ।।
એક શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે, તેથી જે મુનિ તે શુદ્ધ ભાવથી ચલાયમાન થાય છે તે કેવી રીતે મોક્ષને પામી શકે અર્થાત્ ન જ પામી શકે.
ભાવ વિશુદ્ધ જ એક એ પંથ સિદ્ધિનો સાર; જે મુનિ તેમાંથી ચળે બને મુક્ત કયમ ? ધા૨. ૬૯
સમસ્ત-શુભ અશુભ સંકલ્પ-વિકલ્પોથી રહિત જીવોનો જે શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે. જો મુનિ તે ભાવથી પતિત થાય તો મોક્ષપ્રાપ્તિ અસંભવિત બને છે. મોક્ષનો માર્ગ એક શુદ્ધ સ્વભાવ જ છે માટે મોક્ષાર્થીએ નિરંતર તે શુદ્ધ ભાવને પામીને તેમાં રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૬૯
આસક્ત
ચિત્તશુદ્ધિની મુખ્યતા
जहिं भावइ तहिं जाहि जिय जं भावइ करि तं जि । केम्वइ मोक्खु ण अत्थि पर चित्तहँ सुद्धि ण जं जि ।। ७० ।। यत्र भाति तत्र याहि जीव यद् भाति कुरु तदेव । कथमपि मोक्षः नास्ति परं चित्तस्य शुद्धिर्न यदेव ।। ७० ।। જ્યાં ફાવે ત્યાં ગમન ક૨, ફાવે તે કર જીવ; પણ જ્યાં સુધી મનશુદ્ધિ નહિ, મળે ન મોક્ષ કદૈવ. ૭૦
હે જીવ, જ્યાં તારી ઇચ્છા હોય તે દેશમાં તું જા, અને જે તને સારું લાગે તે તું કર; પણ જ્યાં સુધી ચિત્ત-શુદ્ધિ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે મોક્ષપ્રાપ્તિ થવાની નથી.
જ્યાં સુધી આ મન માન પૂજા સત્કાર લાભ તથા ભોગોની ઇચ્છા રૂપ દુર્ધ્યાનથી રંગાયેલું છે ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા દેશાંતરવાસ મોક્ષ આપવાનો નથી. કામ-ક્રોધાદિકરૂપ ખોટા ધ્યાનથી જીવ ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ કરે છે તેથી નિરંતર ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. કહ્યું છે કે
(6
“कंखिदकलुसिदभूदो हु कामभोगेहिं मुच्छिदो जीवो।
णवि भुंजतो भोगे बंधदि भावेण कम्माणि ।।
સંસારની અભિલાષાઓથી આકુળ-વ્યાકુળ થયેલો તથા ભોગોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com